રવિવાર, 29 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 18 ઑક્ટોબર 2022 (10:35 IST)

Vadodara Accident - વડોદરા હાઇવે પર ઉભેલી ટ્રકને બસે મારી ટક્કર, 4 ના મોત 19 ઇજાગ્રસ્ત

Vadodara Accident
ગુજરાતના વડોદરામાં એક મોટો માર્ગ અકસ્માત સર્જાયો છે. અહીં કપુરાઈ બ્રિજ પાસે નેશનલ હાઈવે 48 પર એક લક્ઝરી બસ અને ટ્રક વચ્ચે ટક્કર સર્જાઇ હતી. મળતી માહિતી મુજબ, બસ હાઈવે પર ઉભેલી ટ્રકની પાછળ અથડાઈ હતી. આ અકસ્માતમાં ડ્રાઇવર અને 4 મુસાફરો સહિત ચાર લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. જેમાં 19 મુસાફરો ઘાયલ થયા હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે.
 
જણાવવામાં આવી રહ્યું છે કે બસ અમદાવાદથી સુરત જઈ રહી હતી. આ દરમિયાન અકસ્માત સર્જાયો હતો. હાલ શહેર ટ્રાફિક પોલીસ અને ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચી ગયા છે. રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે. ઘાયલોને સારવાર માટે SSG હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. દરમિયાન ડ્રાઈવર ટ્રક લઈને ફરાર થઈ ગયો હતો.