ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 26 જાન્યુઆરી 2022 (18:05 IST)

Vadodara Accident- વડોદરાના ફાજલપુર ગામે સર્જાયો ગમખ્વાર અકસ્માત

વડોદરામાં એક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. જે અકસ્માતમાં બે લોકોના કરૂણ મોત થયા છે.
 
વડોદરાના ફાજલપુર ગામ પાસે આ અકસ્માત સર્જાયો છે. જેમા ટ્રક અને બાઈક ધડાકાભેર એકબીજા સાથે અથડાયા જેના કારણે ભયંકર અકસ્માત સર્જાયો હતો. ઘટનાને પગલે રોડ ઉપર પણ લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા.
 
મૃતકોના પરિવારમાં શોકનો માહોલ
આ ભયંકર અકસ્માતમાં બાઈક પર સવાર બે યુવકોનું ઘટના સ્થળેજ મોત નિપજ્યું. મૃતકો મૂળ રગડી ગામના રહેવાસી હતા અને બંને મૃતકો એકજ પરિવારના હોવાનું સામે આવ્યું છે. જેના કારણે પરિવારમાં પણ શોકનો માહોલ છવાઈ ગયો છે. સાથેજ ગામમા પણ માતમનો માહોલ જોવા મળી રહ્યો છે.