રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 26 જાન્યુઆરી 2022 (15:03 IST)

રાજ્યમાં ફરી શરૂ થશે શાળાઓ ? શું ઓફલાઇન વર્ગો શરુ થશે ?

જ્યારે પણ સરકાર શાળા ખોલવાનુ નિર્ણય લેશે ત્યારે કોરોનાની સ્થિતિ અને બાળકોની સુરક્ષાને ધ્યાને રાખીને જ નિર્ણય લેશે.  કોરોનાને લીધે શિક્ષણમાં નુકસાન થયુ છે તો સાથે બાળકોની ચિંતા કરવી પણ જરુરી છે.
 
છેલ્લા બે દિવસમાં ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો થયો છે. રાજ્યમાં આજે નવા 16,467 નવા કેસ આવ્યા છે. તો બીજી તરફ 17,467 દર્દીઓ સાજા થઇ ચુક્યા છે. અત્યાર સુધીમાં કુલ 9,48,405 નાગરિકો કોરોનાને મ્હાત આપી ચુક્યાં છે. જેના પગલે કોરોના રિકવરી રેટ પણ ઘટીને 86.77 ટકાએ પહોંચી ચુક્યો છે. રાજ્ય સરકાર કોરોના રસીકરણ મુદ્દે પણ મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં આજે 2,43,811 રસીના ડોઝ આપવામાં આવ્યા હતા.
 
અમદાવાદમાં 5,386,વડોદરામાં 3,802,સુરતમાં 1,476,રાજકોટમાં 1,376,ગાંધીનગરમાં 480,જામનગરમાં 446,ભાવનગરમાં 315,મહેસાણામાં 277,ભરૂચમાં 273,રાજકોટ ગ્રામ્યમાં 273,મોરબીમાં 254,કચ્છમાં 244,વલસાડમાં 238,પાટણમાં 196,બનાસકાંઠામાં 172,સાબરકાંઠામાં 159,આણંદમાં 156,નવસારીમાં 154,અમરેલીમાં 151,જૂનાગઢમાં 149,ખેડામાં 136,સુરેન્દ્રનગરમાં 124,પંચમહાલમાં 98,તાપીમાં 77,દાહોદમાં 41,ગીર-સોમનાથમાં 38,પોરબંદરમાં 27,દેવભૂમિ દ્વારકામાં 22,છોટા ઉદેપુરમાં 20,મહીસાગરમાં 16 ,નર્મદામાં 13, ડાંગમાં 10 અને અરવલ્લીમાં 9 કેસ નોંધાયા છે.
 
એક તરફ રાજ્યમાં કોરોનાના કેસ વધી રહ્યા છે, વિદ્યાર્થીઓ પણ કોરોનાની ચપેટમાં આવી રહ્યા છે. પરિણામે ઓનલાઇન શિક્ષણ શરુ કરવામાં આવ્યુ છે. પરંતુ આવનારા નજીકના દિવસોમાં શાળાના વર્ગો ઓફલાઇન શરુ કરવાની માગ કરવામાં આવી છે. આ અંગે જીતુ વાઘાણીએ નિવેદન આપતા જણાવ્યુ કે વિદ્યાર્થીઓના હિતમાં રાજ્ય સરકાર નિર્ણય લેશે. કોરોનાને કારણે શિક્ષણમાં ઘણુ નુકસાન થયુ છે પરંતુ બાળકોની સુરક્ષા મુદ્દે કોઇ સમાધાન નહી કરવામાં આવે. મહત્વનુ છે કે રાજકોટ ખાતે ગણતંત્ર દિવસની ઉજવણીના કાર્યક્રમમાં જીતુવાઘાણી હાજર રહ્યા હતા તે સમયે તેમણે શાળા અંગે આ નિવેદન આપ્યુ હતું.