હેલ્ધી નાસ્તો : ફણગાવેલા કઠોળ અને શાકભાજીની ઈડલી

વેબ દુનિયા|

P.R
સામગ્રી - બે વાટકી ચોખા, 1 વાટકી અડદની દાળ, અડધી વાટકી ફણગાવેલા મગ, અડધી વાટકી ફણગાવેલા સોયાબીન, અડધી-અડધી વાટકી છીણેલા ગાજર અને કોબીજ, 1 નાની ચમચી ખાવાના સોડા, 1 નાની ચમચી પલાળેલી ચણાની દાળ, મીઠો લીમડો, રાઈ, તેલ, સ્વાદ અનુસાર મીઠું, પા વાટકી માખણ.

બનાવવાની રીત - ઇડલી બનાવવા પહેલા રેતા ચોખા અને અડદની દાળ પલાળી રાથો અને સવારે તેને બારીક દળી લો. ત્યારબાદ તેમાં મીઠું અને ખાવાનો સોડા નાંખી આથો આવે ત્યાંસુધી મૂકી રાખો. હવે એક નાની ચમચી તેલ ગરમ કરી તેમાં રાઈનો વઘાર કરી લીમડો, પલાળેલી ચણાની દાળ, ગાજર, કોબીજ, ફણગાવેલા મગ, સોયાબીન નાંખો અને છેલ્લે આ મિશ્રણમાં મીઠું નાંખી એક મિનિટ ગેસ પર ગરમ કર્યા બાદ ઉતારીને અલગ મૂકી દો.
હવે ઇડલી મિક્સને ઇડલીના સાંચામાં તેલ ચોપડીને થોડું નાંખો. તેની ઉપર ચમચીથી શાકભાજી અને કઠોળનું તૈયાર કરેલું મિશ્રણ નાંખો. આ મિશ્રણની ઉપર ફરીથી ઇડલીનું મિશ્રણ નાંખો. હવે આને દસ-પંદર મિનિટ વરાળ આપી ચઢવા દો. તો તૈયાર છે તમારું કઠોળ અને શાકભાજીમાંથી બનેલી પૌષ્ટિક ઇડલી. આને માખણ લગાવી ચટણી અને ગરમાગરમ સાંભર સાથે પીરસો.


આ પણ વાંચો :