હેલ્ધી સ્વાદિષ્ટ ભેલ : ટોમેટો સેવપુરી ચાટ

વેબ દુનિયા|

P.R
સામગ્રી - 2 ડુંગળી, 1 ગાજર, 2-3 ટામેટાં, 1 કેપ્સિકમ મરચું, 2-3 લીલા મરચાં, 7-8 સેવ પુરી, 1 ચમચી ચાટ મસાલો, 1 ચમચી જીરું પાવડર, 1 ચમચી લાલ મરચું પાવડર, અડધી ચમચી આમચુર પાવડર, 2 ચમચી સેવ, સ્વાદ અનુસાર મીઠું, 2 ચમચી કોથમીર.

બનાવવાની રીત - એક વાટકામાં કાપેલાં ડુંગળી, ગાજર, લીલા મરચા અને કેપ્સિકમ મરચું લઇ તેમાં મીઠું, લાલ મરચું, ચાટ મસાલો, જીરું પાવડર, આમચુર પાવડર સારી રીતે મિક્સ કરો. ટામેટાને સ્લાઇસમાં કાપો અને એક પ્લેટમાં બે-ચાર સ્લાઇસ ફેલાવી દો. હવે તેમારા હાથથી સેવ મસળો અને વાટકામાં બધા શાકભાજી સાથે મિક્સ કરો. પછી તેમાં સેવ પુરી ક્રશ કરીને નાંખો અને જરૂર જણાય તો લીંબુનો રસ નાંખી મિશ્રણ ટામેટાની સ્લાઇસ પર પાથરી દો. તો તૈયાર છે તમારી સેવ પુરી ચાટ.


આ પણ વાંચો :