મંગળવાર, 19 ઑગસ્ટ 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી રસોઈ
  3. શાકાહારી વ્યંજન
Written By
Last Modified: શુક્રવાર, 12 ફેબ્રુઆરી 2021 (19:23 IST)

જાણો કર્નાટકની ખાસ ડિશ અક્કી રોટલી બનાવવાનો તરીકો

Akki roti
કર્નાટકમાં ચોખાને અક્કી કહેવાય છે. અહીં લોકો ભાત બહુ ખાય છે સાથે તેનાથી ઘણી વાનગીઓ પણ બનાવે છે જેમાંથી એક છે અક્કી રોટલી 
 
સામગ્રી- એક કપ ચોખાનો લોટ 
એક કપ સમારેલી ડુંગળી 
બે ચમચી છીણેલું નારિયેળ 
અડધી ચમચી ગાજર 
બે લીલા મરચાં(સમારેલાં) 
એક ટુકડો આદું છીણેલું 
લીમડા 5-7 અડધી ચમચી જીરું 
એક ચમચી કોથમીર 
મીઠું સ્વાદપ્રમાણે 
તેલ શેકવા માટે 
 
વિધિ- 
 
-એક વાડકામાં ચોખાનો લોટ,નારિયેળ, ગાજર, જીરું, લીલા મરચાં, કોથમીર, ડુંગળી, આદું અને મીઠું નાખી સારી રીતે મિક્સ કરો અને લોટ બાંધી લો.(લોટ વધારે કઠણ ન કરવું) 
- લોટના લૂઆં બનાવી લો. 
- મધ્યમ તાપ પર તવી ગરમ કરો અને તેમાં થોડું તેલ નાખો. 
- તવી પર એક લૂઆં રાખી તેને ફેલાવતા રોટલીનો આકાર આપો. 
- જ્યારે એલ રોટલી શેકાઈ જાય તો તેલ લગાવીને તેને પલટીને બીજી સાઈડથી પણ તેલ લગાવીને શેકીં લો. 
- બાકીના લૂઆંથી પણ આ રીતે રોટલીઓ બનાવી લો. 
- ગરમાગરમ અને ટેસ્ટી અક્કી રોટલી તૈયાર છે. તેને નારિયેળ અને ફુદીનાની ચટણી સાથે સર્વ કરો. 
 
નોંધ 
એક રોટલી બનાવ્યા પછી તવીને ઠંડુ કરી લો. 
- રોટલી ફેલાવતા જો આંગળીમાં થોડું પાણી લગાવશો તો રોટલી વધારે નરમ બનશે.