મંગળવાર, 7 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી રસોઇ
  3. શાકાહારી વ્યંજન
Written By

Gujarati Reciep - બાજરીના ચીલા

સામગ્રી - 2 કપ બાજરીનો લોટ, 1-1 મોટી ચમચી ઘઉં અને બેસનનો લોટ, 1-1 ચમચી ઝીણુ સમારેલુ લીલું લસણ અને કોથમીર અને છીણેલા મૂળા, 1-1 ચમચી આદુ લસણનું પેસ્ટ, અજમો, મીઠુ સ્વાદ મુજબ અને તેલ.

બનાવવાની રીત - તેલ સિવાયની બધી સામગ્રી મિક્સ કરી લો અને પાણી નાખીને પાતળું ખીરુ તૈયાર કરી લો. ખીરું ભજિયાના ખીરાં જેવુ પાતળુ હોવુ જોઈએ. તવો ગરમ કરો અને થોડુ તેલ લગાવીને 1 ચમચી ખીરું નાખીને તેને ફેલાવો અને બંને બાજુએથી કુરકુરું સેકી લો. ગરમા ગરમ ચીલા દહી અને લીંબૂના અથાણા સાથે સર્વ કરો.