ગુરુવાર, 28 માર્ચ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી રસોઇ
  3. શાકાહારી વ્યંજન
Written By
Last Modified: ગુરુવાર, 2 જૂન 2016 (17:55 IST)

કેળાનું અથાણું

કેળા સ્વાસ્થ્ય માટે ખૂબ લાભકારી હોય છે. કેળાનુ જ્યુસ અને શેક બનાવવામા આવે જ છે. આ સાથે જ તમે તેનુ અથાણું પણ બનાવી શકો છો. તમે કેરી ગાજર અને લીંબૂનુ અથાણુ તો અનેકવાર બનાવ્યુ હશે પણ કેળાનુ અથાણું કદાચ જ ક્યારેક બનાવ્યુ હોય.  કેળાનુ અથાણું ખૂબ સ્વાદિષ્ટ હોય છે. આ સાથે જ તેને બનાવવામાં વધુ સમય પણ લાગતો નથી.  ચાલો અમે તમને આજે કેળાનું અથાણું કેવી રીતે બનાવવુ એ બતાવીશુ... 
 
સામગ્રી - 7-8 કાચા કેળા, 1 ચમચી ધાણા પાવડર, 1 ચમચી લાલ મરચાંનો પાવડર, 1 ચમચી હળદર પાવડર, એક ચપટી હીંગ, 1 ચમચી સરસિયાની દાળ, 1 ચમચી વરિયાળી, અડધી ચમચી લીંબૂના ફુલ. 2 મોટી ચમચી સરસિયાનુ તેલ, સ્વાદમુજબ મીઠુ. 
 
બનાવવાની રીત - એક વાસણમાં પાણી ગરમ કરો અને કેળાને છોલ્યા વગર ઉકાળો. જ્યારે છાલટુ નરમ પડવા માંડે ત્યારે તેને પાણીમાંથી બહાર કાઢીને કોઈ વાસણમાં ઠંડુ થવા માટે મુકી દો.  ઠંડુ થયા પછી તેના નાના નાના ટુકડા કરી લો. 
 
હવે એક કડાહીમાં તેલ ગરમ કરો. તેલ ગરમ થઈ જાય તો ગેસ બંધ કરી દો અને તેમા ધાણાજીરુ, લાલ મરચુ, હળદર, હીંગ, સરસિયાની દાળ, વરિયાળી અને મીઠુ નાખીને મિક્સ કરો.  હવે કેળાના ટુકડા કઢાઈમાં નાખીને મિક્સ કરી દો.  એક કાંચના જારમાં અથાણું ભરીને તેને 3-5 દિવસ તાપમાં મુકો. પછી વાપરો.