શુક્રવાર, 22 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી રસોઈ
  3. શાકાહારી વ્યંજન
Written By
Last Modified: બુધવાર, 28 ફેબ્રુઆરી 2024 (14:56 IST)

મહાશિવરાત્રિ પર, ભગવાન મહાદેવને જરૂર ચઢાવો ભાંગથી બનેલી આ મિઠાઈ

bhag barfi recipe
- ભાંગ બરફી 
- ભાંગ બરફી રેસીપી
 
સામગ્રી
એક કપ માવો
અડધો કપ બદામ પાવડર
અડધો કપ ભાંગ 
એક કપ ખાંડ
4-5 ચમચી ઘી
જરૂર મુજબ પાણી
અડધી વાટકી બારીક સમારેલા ડ્રાયફ્રૂટ્સ

Bhang Barfi  ભાંગ બરફી બનાવવાની રીત
- ગેસ પર એક પેન ગરમ કરવા મૂકો તેમાં માવો ઉમેરીને તેને સારી રીતે શેકી લો.
- માવામાં થોડું પાણી ઉમેરીને શેકવુ અને જ્યારે સારી સુગંધ આવવા લાગે ત્યારે આંચ ઓછી કરો.
- હવે માવામાં બદામ પાવડર, ઘી અને ભાંગ નાખીને મિક્સ કરો.
- બધું બરાબર શેકાઈ જાય એટલે તેમાં ખાંડ નાખી ઘટ્ટ થાય ત્યાં સુધી પકાવો.
- હવે એક ટ્રેમાં ઘી લગાવો અને બરફીનું મિશ્રણ ફેલાવો, ઉપર ડ્રાય ફ્રૂટ્સથી ગાર્નિશ કરો અને સેટ થઈ ગયા પછી કાપીને સર્વ કરો.

Edited By-Monica Sahu