શુક્રવાર, 29 માર્ચ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી રસોઇ
  3. શાકાહારી વ્યંજન
Written By

બીકાનેરી દાલ પરાઠા

બીકાનેરી દાલ પરાઠા મસાલેદાર અને સ્વાદમાં તીખા હોય છે. જો તમે હેલ્દી અને કંઈક તીખો બ્રેકફાસ્ટ કરવા માંગો છો તો આ પરાઠા તમારે માટે જ છે... 
સામગ્રી - 2 વાડકી લોટ, 2 નાની ચમચી તેલ મોણ માટે. 
સ્વાદમુજબ મીઠુ. 1/4 ચમચી હળદર, તળવા માટે તેલ, એક કપ ચણા દાળને બાફીને મૈશ કરેલી. એક નાનકડી ચમચી આદુ લસણનું પેસ્ટ, એક નાનકડી ચમચી લીલા મરચાનું પેસ્ટ. એક નાની ચમચી લાલ મરચું પાવડર, એક નાનકડી ચમચી ધાણા ઝીણા સમારેલા, એક નાનકડી ચમચી વરિયાળી વાટેલી. 
 
બનાવવાની રીત - એક બાઉલમાં લોટ લો અને તેમા 2 નાની ચમચી તેલ અને હળદર અને પાણી નાખીને ગૂંથી લો. 
- હવે મેશ કરેલી ચણાની દાળમાં આદુ લસણનુ પેસ્ટ, મીઠુ, હળદર, મરચુ, લીલા ધાણા અને વરિયાળી નાખીને સારી રીતે મિક્સ કરી લો. 
- હવે બાંધેલા લોટના લૂઆ કાપીને વણો. પછી તેની તેની વચ્ચે ચણાની દાળનું મિશ્રણ ભરીને બંધ કરો અને પરાઠા વણો. 
- મધ્યમ તાપ પર તવો ગરમ થવા મુકી દો. જ્યારે તવો ગરમ થઈ જાય તો તેમા તેલ લગાવીને પરાઠાને બંને બાજુથી સેંકી લો. આ રીતે બધા પરાઠા બનાવી લો. 
- બીકાનેરી દાલ પરાઠાને ચટણી અને સોસ સાથે સર્વ કરો.