મંગળવાર, 23 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી રસોઇ
  3. શાકાહારી વ્યંજન
Written By
Last Updated : શનિવાર, 1 જુલાઈ 2017 (13:05 IST)

Gujarati Recipe - વરસાદમાં ચા સાથે ગરમા ગરમ નાસ્તો - ચણા દાળ વડા

સાંજે ચા સાથે આપણે મોટાભાગે કંઈક તીખુ અને કુરકુરુ ખાવાનુ મન કરે છે. રોજ બહારથી ખાવા માટે કંઈક લાવવુ મોંધુ અને મુશ્કેલ હોય છે. તેથી ઘરે જ કંઈક સ્વાદિષ્ટ અને મજેદાર બનાવવાની કોશિશ કરો. આજે અમે તમને ચણા દાળના વડા બનાવતા શીખવાડીશુ.  જે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે અને તેને ફુદીનાની ચટણી સાથે ખાવાથી તેનો સ્વાદ પણ વધી જાય છે. આવો જાણીએ તેને બનાવવાની વિધિ 
સામગ્રી - 1 કપ ચણા દાળ, થોડુ ઝીણુ વાટેલુ અદરક, અડધો કપ ઝીણી સમારેલી ડુંગળી, સૂજી 2 ચમચી, 8 ફુદીનાના પાન, 3 કળી લસણની, કઢી લીમડાના 10 પાન, મીઠુ સ્વાદમુજબ, ઝીણા સમારેલા ધાણા, 1 લીલુ મરચું, તળવા માટે તેલ. 
 
બનાવવાની રીત - ચણા દાળને થોડા કલાક માટે પલાળીને મુકી દો. જેનાથી તે થોડા નરમ થઈ જાય.   પલાળેલી દાળમાં આદુ, લસણ, લીલા મરચા, કઢી લીમડો, ફુદેનાના પાન અને થોડુ પાણી નાખીને કકરુ વાટી લો. આ મિશ્રણને એક વાડકામાં કાઢીને તેમા ડુંગળી, લીલા ધાણા, રવો અને મીઠુ નાખીને સારી રીતે મિક્સ કરી લો. એક કઢાઈમાં તેલ ગરમ કરવા મુકો.  હાથ ભીના કરીને તેમા દાળનું મિશ્રણ લો અને 2-3 ઈંચ ચપટા વડાનો આકાર આઓ. આ રીતે બધા વડા બનાવી લો. હવે આ વડાને તળવા કઢાઈમાં નાખો અને ધીમા તાપ પર બંને બાજુથી સોનેરી તળી લો.  કઢાઈમાંથી નિતારીને કાઢી લો અને તેને એક નેપકીન પર મુકી દો જેથી કરીને બધુ તેલ સારી રીતે નીકળી જાય.  તમારા દાળ વડા તૈયા છે. હવે તેને લીલી ચટણી સાથે ગરમા ગરમ સર્વ કરો.