શનિવાર, 20 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી રસોઇ
  3. શાકાહારી વ્યંજન
Written By
Last Modified: બુધવાર, 15 જૂન 2016 (16:53 IST)

કુકિંગ ટિપ્સ - આ રીતે બાનવશો શાક તો શાકનો રંગ અને સ્વાદ સુધરી જશે

હવે તમે પણ આ ટિપ્સની મદદથી શાક માટે પરફેક્ટ ગ્રેવી બનાવી શકો છો. જેનાથી ડિશનો સ્વાદ ડબલ થઈ જશે અને રંગ પણ જળવાય રહેશે. 
ટિપ્સ 
- શાકની ગ્રેવીમાં સારા સ્વાદ માટે તેમા તેલ સાથે ઘીનો ઉપયોગ કરો કે પછી માત્ર ઘી જ નાખો. 
- વાટેલા મસાલા અને ગ્રેવીને ઘીમા તાપ પર જ પકવો. આવુ કરવાથી તેનો રંગ અને સ્વાદ બંને કાયમ રહેશે. 
- ગ્રેવીમાં થોડી ખાંડ નાખવાથી શાકનો સ્વાદ વધી જાય છે. 
- શાકમાં લસણ-આદુના પેસ્ટનો ઉપયોગ કરી રહ્યા છો તો પેસ્ટમાં લસણની માત્રા 60 ટકા અને આદુ 40 ટકા હોવી જોઈએ. 
- શાકનો રંગ વધારવા માટે ગ્રેવીમાં હંમેશા ટોમેટો પ્યુરી(ટામેટાની ગ્રેવી) જ નાખો. 
- જો ગ્રેવીમાં નાખવા માટે કિચનમાં ટામેટા નથી તો તમે ટોમેટો સોસનો ઉપયોગ પણ કરી શકો છો.