કુલ રેસીપી - સંતરાની કુલ્ફી

santra kulfi
Last Modified મંગળવાર, 16 માર્ચ 2021 (19:16 IST)
કોલકતામાં સંતરાની છાલની અંદર બનાવેલી કુલ્ફી બહુ ફેમસ છે, જે કોઇ વાસણમાં નહીં પણ સંતરાની છાલમાં રાખીને બનાવેલી મળશે છે. આ ઓરેન્જ કે સંતરાની કુલ્ફીની મજા લેવાનું જો તમને પણ મન કરે તો તમે તેને ઘરે સરળતાથી બનાવી શકો છો. ચાલો જાણીએ કે આ ટેસ્ટી સંતરાની કુલ્ફી કઇ રીતે ઘરે બનાવી શકાય.
સામગ્રી - 1 લીટર ફુલ ક્રીમ મિલ્ક, 1 ગ્રામ કેસર, 20 ગ્રામ પિસ્તા કાપેલા, 30 ગ્રામ બદામ કાપેલી, 150 ગ્રામ ખાંડ, 1 સંતરું.
બનાવવાની રીત - સૌ-પ્રથમ દૂધમાં ખાંડ, પિસ્તા અને કેસર મિક્સ કરી ધીમી આંચે રબડી જેવું થાય ત્યાંસુધી રાંધો. ગેસની આંચ પરથી ઉતારી ઠંડુ થવા અલગ મૂકી રાખો. સંતરાની ઉપરની બાજુથી થોડી છાલ કાઢી વચ્ચેનો હિસ્સો સાવધાની પૂર્વક કાઢી લો. હવે છાલમાં રબડીનું મિશ્રણ ભરો. હવે ઉપરની કાઢેલી છાલને સારી રીતે ઢાંકી ફ્રીઝરમાં 2-3 લાક માટે મૂકી દો. ફ્રીઝરમાંથી કાઢી જોઇ લો કે તમારી કુલ્ફી તૈયાર થઇ ગઇ છે કે નહીં. જો ન થઇ હોય તો તેને ફરી થોડા સમય માટે જામવા મૂકી રાખો. હવે જ્યારે કુલ્ફી તૈયાર થઇ જાય એટલે સંતરાની ઉપરની છાલ કાઢી લો. તમે સંતરાની સ્લાઇઝની મદદથી ગાર્નિશ કરી શકો છો. ઇચ્છો તો ફ્લેવર સીરપથી પણ સજાવીશકો છો. ઠંડી ઠંડ કુલ્ફી સર્વ કરો.
આ રીતે એકથી વધુ સંતરાની છાલમાં મિશ્રણ ભરી એક કરતાવધુ કુલ્ફી બનાવી શકો છો.આ પણ વાંચો :