ક્રિસ્પી ગાર્લિક પોટેટો વેજીસ  
                                       
                  
                  				  Crispy Garlic Potato Veggies
ક્રિસ્પી ગાર્લિક પોટેટો વેજીસ બનાવવા માટે, તમે કાચા બટાકાની સ્લાઈસ કાપી શકો છો, તેને પાણીમાં મૂકી શકો છો અને તેને રાતભર ફ્રીઝ કરી શકો છો. આ સિવાય તમે બટાકાને શેલો ફ્રાય પણ કરી શકો છો. ઉપરાંત, લસણને છોલીને પીસી લો.
				  										
							
																							
									  
	 
	સૌથી પહેલા તમારે કાચા બટેટા લઈને તેની છાલ ઉતારવી. હવે તેમને નળની નીચે સારી રીતે ધોઈ લો.
				  
	હવે આ ધોયેલા બટાકાને ઠંડા બરફના પાણીમાં નાખો.
	ગેસ પર એક વાસણ મૂકો અને તેમાં પાણી ગરમ કરો અને મીઠું નાખો.
				  																			
						
						 
							
 
							 
																																					
									  
	પાણી બરાબર ગરમ થઈ જાય પછી તેમાં ઝીણા સમારેલા બટાકાના ટુકડા નાખી, એકથી બે મિનિટ સુધી પકાવો અને તેને એક વાસણમાં કાઢી લો.
				  																		
											
									  
	હવે આ બટાકાને એક કપડા પર ફેલાવો અને પછી તેને એક વાસણમાં કાઢીને ઉપર મકાઈનો લોટ છાંટવો.
	ગેસ પર એક તવા મૂકો, તેમાં હળવું તેલ ઉમેરો અને આ બટાકાના ટુકડાને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળો.
				  																	
									  
	પેનમાં તેલ ઓછું કરો, આદુ લસણની પેસ્ટ, ચીલી ફ્લેક્સ, ઓરેગાનો, ચાટ મસાલો અને મીઠું ઉમેરીને બરાબર મિક્ષ કરો.
				  																	
									  
	ઉપર કસૂરી મેથી અથવા લીલા ધાણા ઉમેરો અને પેરી પેરી ડીપ સાથે સર્વ કરો.