બુધવાર, 29 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી રસોઈ
  3. શાકાહારી વ્યંજન
Written By
Last Modified: શુક્રવાર, 11 ઑક્ટોબર 2024 (16:25 IST)

ક્રિસ્પી પનીર ફિંગર

paneer finger
સામગ્રી: • મેદો: 4 ચમચી • કોર્નફ્લોર: 2 ચમચી • ઓરેગાનો: 1/2 ચમચી • કાશ્મીરી લાલ મરચું: 1 ચમચી • કાળા મરી પાવડર: 1/2 ચમચી લસણ પાવડર: 1 ચમચી • મીઠું: સ્વાદ મુજબ • પાણી: જરૂરી અન્ય સામગ્રી: • પનીર: 250 ગ્રામ • બ્રેડ ક્રમ્બ્સ: 1 કપ • તેલ: તળવા માટે
 
રીત: એક મોટા બાઉલમાં લોટ, કોન ફ્લોર, ઓરેગાનો, લાલ મરચું પાવડર, કાળા મરી પાવડર, લસણ પાવડર અને સ્વાદ મુજબ મીઠું નાખીને મિક્સ કરો. થોડું થોડું પાણી ઉમેરીને ઘટ્ટ બેટર તૈયાર કરો. પનીરને  પાતળા અને લાંબા ટુકડાઓમાં કાપો. એક પ્લેટમાં બ્રેડ ક્રમ્બ્સ ફેલાવો. એક પેનમાં તેલ ગરમ કરો.

સૌપ્રથમ પનીરના ટુકડાને લોટના દ્રાવણમાં ડુબાડો અને પછી તેને બ્રેડ ક્રમ્બ્સ પર સારી રીતે ફેરવો જેથી બ્રેડ ક્રમ્બ્સ પનીરને બરાબર કોટ કરે. હવે તેને ગરમ તેલમાં મૂકીને સોનેરી અને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળો. મનપસંદ ચટણી અથવા ટોમેટો કેચપ સાથે સર્વ કરો.


Edited BY- Monica Sahu