શનિવાર, 20 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી રસોઇ
  3. શાકાહારી વ્યંજન
Written By
Last Modified: મંગળવાર, 14 જૂન 2016 (16:28 IST)

ક્રિસ્પી સોયા ચિલી રેસિપી

સામગ્રી - 100 ગ્રામ સોયા ચંક્સ, એક મોટી શિમલા મરચુ, 3 મોટી ડુંગળી, એક નાની વાડકી લીલી ડુંગળી, એક વાડૅકી બ્રોકલી, 1 ચમચી આદુ-લસણનું પેસ્ટ , એક ટેબલસ્પૂન મકાઈનો લોટ, એક ચમચી સોયા સોસ, 1 ચમચી વિનેગર, એક ચમચી ટોમેટો કેચઅપ તેલ જરૂર મુજબ, મીઠુ-હળદર અને લીલા મરચા સ્વાદમુજબ. 
 
બનાવવાની રીત - સોયા ચંક્સને એક કલાક માટે ગરમ પાણીમાં પલાડો.  એક કલાક પછી નિચોડી લો. તેમા મીઠુ મરચુ, હળદર,  લસણની પેસ્ટ, મકાઈનો લોટ સારી રીતે મિક્સ કરો અને તેને તળી લો. 
 
એક પેનમાં થોડુ તેલ ગરમ કરો. તેમા લસણ અને ડુંગળી મિક્સ કરીને બ્રાઉન થતા સુધી સાંતળી લો. તેમા શિમલા મરચાં, બ્રોકલી અને લીલી ડુંગળી નાખો.  2 મિનિટ પછી ફ્રાઈ સોયા તેમા નાખો. મિશ્રણને સારી રીતે હલાવો. હવે તેમા સોયા સૉસ, વિનેગર ટોમેટો કેચઅપ મીઠુ અને લીલા મરચા નાખો અને સારી રીતે મિક્સ કરીને એક મિનિટ તેજ તાપ પર સીઝવા દો. પછી લીલ ધાણાથી સજાવીને સર્વ કરો.