Ekadashi Recipe - સાબુદાણાના વડા
1 કપ સાબુદાણા
3 બટાકા
1 /4 કપ વરિયાળીના બીજ
2 લીલા મરચાં બારીક સમારેલા
5 -6 કઢી પત્તા બારીક સમારેલા
2 ચમચી કોથમીર બારીક સમારેલી
1 ચમચી જીરું
1 એક સાબુદાણામાં એક કપ પાણી નાખીને આખી રાત માટે પલાળી રાખો.
2 બાફેલા બટાકાને હાથથી મસળી લો. સીંગદાણાને ધીમા તાપ પર થોડા સેકી લો પછી હાથ થી મસળીને તેના છાલટા કાઢી લો અને મિક્સરમા વાટીને કકરુ કરી લો.
3 પછી એક વાસણમાં સાબુદાણા નાખીને મૈશ કરેલા બટાકા, વાટેલા સીંગદાણા કઢી લીમડો લીલા ધાણા જીરુ અને મીઠુ નાખીને સારી રીતે મિક્સ કરો.
4. પછી નાના લાડુ જેવા ગોળા બનાવી લો અને હાથથી દબાવીને ટિક્કી જેવા બનાવી લો.
5. ગરમ તેલમાં નાખીને તળી લો. ફ્લેમને સ્લો રાખો જ્યારે સોનેરી દેખાવવા માંડે ત્યારે કોઈ વાસણમાં કાઢી લો.
6. લીલી ચટણી સાથે ગરમા ગરમ સર્વ કરો.