સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી રસોઈ
  3. શાકાહારી વ્યંજન
Written By
Last Updated : મંગળવાર, 2 એપ્રિલ 2024 (18:13 IST)

Farali Recipe- મગફળીની કઢી

વ્રતમાં ફરાળી કઢી મળી જાય તો બસ થાળી પુરી સમજો. આજે અમે તમને ચણાના લોટની જગ્યા રાજગરાના લોટ અને મગફળીના પાઉડરથી બનાવેલ સરસ કઢીની રેસીપી જણાવીશ. કઢીનો સ્વાદ બધાને ખૂબ પસંદ આવે છે પણ જણાવીએ કે તેને તમે વ્રતના સમયે પણ આરામથી ખાઈ શકો છો. કારણકે વેબદુનિયા લઈને આવ્યું છે ચણાના લોટની નહી પણ વ્રત સ્પેશલ રાજગીરાની કઢી 
 
સામગ્રી 
બે-કપ તાજુ દહી 
ત્રણ ચમચી રાજગીરાનો લોટ 
2  ચમચી મગફળી શેકેલી વાટેલી 
એક ચમચી સિંધાલૂણ 
એક નાની ચમચી આખુ જીરું 
બે લીલા મરચાનો પેસ્ટ 
એક નાની ચમચી ગોળ 
લીમડા 4-5
ઘી જરૂર પ્રમાણે 
પાણી જરૂર પ્રમાણે 
સજાવટ માટે કોથમીર 
 
વિધિ- 
- સૌથી પહેલા એક વાટકીમાં રાજગરાનો લોટ, દહીં, સિંધાલૂણ, નાખી સારી રીતે મિક્સ કરો. 
- મધ્યમ તાપ પર એક પેનમાં ઘી ગરમ કરી તેમા જીરુ તતડાવો અને લીમડો નાખો. 
- જીરું અને લીમડો નાખી સંતાળો. તેમા આદુ મરચાની પેસ્ટ નાખો. 
- પછી તેમાં મગફળીના પાવડર નાખો. માત્ર 30 સેકંડ સાંતળી લો. 
- પછી તેમાં દહીં રાજગરાનો લોટનુ મિક્સ નાખો. આશરે 10 મિનિટ મધ્યમ તાપ પર રાંધવું. 
- પછી તેમા સ્વાદ મુજબ ખાંડ કે ગોળ નાખો. 
- કઢીની સારી રીતે ઉક્ળ્યા પછી તાપ બંદ કરી નાખો. 
- તૈયાર છે વ્રત સ્પેશલ મગફળીની કઢી. કોથમીર નાખી ગરમ ગરમ સર્વ કરો. 


Edited By- Monica sahu