શનિવાર, 4 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી રસોઈ
  3. શાકાહારી વ્યંજન
Written By
Last Updated : ગુરુવાર, 20 મે 2021 (14:28 IST)

મિનિટોમાં બનીને તૈયાર થઈ જાય છે આ ચટપટા લીલા મરચાં

લીલા મરચાંનો ઉપયોગ શાકનો સ્વાદ વધારવાથી લઈને અથાણા બનાવતા સુધી કરાય છે પણ આજે આ સૌથી હટીને અમે જણાવી રહ્યા છે ચટપાટા લીલા મરચાંની રેસીપી જે મિનિટિમાં બનીને તૈયાર થવાની સાથે ખાવામાં સ્વાદિષ્ટ લાગે છે. 
સામગ્રી 
4-6 લી મરચાં (મોટા સાઈજના) 
2 ટીસ્પૂન ધાણા પાઉડર 
1 ટીસ્પૂન આમચૂર પાઉડર 
1 ટીસ્પૂન શેકેલું જીરું 
1 ટીસ્પૂન ચાટ મસાલા 
મીઠુ સ્વાદ પ્રમાણે 
તળવા માટે તેલ 
 
વિધિ
- સૌથી પહેલા તીવ્રા તાપ પર પેનમાં તેલ નાખી ગરમ કરવા માટે મૂકો. 
- આ વચ્ચે લીલા મરચાંને સાફ કરી વચ્ચેથી કાપી બે ભાગ કરી લો. 
- તાપને મધ્યમ લીલા મરચાંને નાખી હળવું સોનેરી થતા સુધી તળી લો. 
- વચ્ચે-વચ્ચે તલને પલટતા રહો. 
- તળેલા બધા લીલા મરચાં એક પ્લેટમાં રાખી લો. 
- એક વાટકીમાં બધા મસાલાને મિક્સ કરી મરચા નાખી મિક્સ કરી લો. 
- તૈયાર છે ચટપટા લીલા મરચાં તેને રોટી કે પરાંઠા સાથે સર્વ કરો.