સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી રસોઈ
  3. શાકાહારી વ્યંજન
Written By
Last Modified: બુધવાર, 27 જાન્યુઆરી 2021 (12:51 IST)

Chana Masala - જાયકેદાર ચના મસાલા

ગરમ પૂરી અને પરાંઠાની સાથે ગરમ ચના મસાલાની વાત જ જુદી છે.
તેને ઘર પર વગર કોઈ મુશ્કેલીન સરળતાથી બનાવી શકાય છે.
સામગ્રી
બે વાટકી કાળા ચણા
એક નાની ચમચી જીરું
ત્રણ લીલા મરચાં
બે ડુંગળી સમારેલી
લસણની 4 કળી
એક ઈંચ છીણેલું આદું
એક ટમેટા સમારેલા
એક નાની ચમચી હળદર
એક નાની ચમચી લાલ મરી પાઉડર
એક નાની ચમચી આમચૂર
મીઠું સ્વાદપ્રમાણે
તેલ જરૂરિયાત મુજબ
પાણી જરૂરિયાત મુજબ
 
વિધિ-
* સૌથી પહેલા ચણાને સારી રીતે ધોઈને રાત્રે પાણીમાં પલાળી રાખો.
* બીજા દિવસે ચના અને પાણીને પ્રેશર કૂકરમાં નાખી આશરે 5 સીટીમાં બાફી લો.
* આ વચ્ચે ડુંગળી, આદું, લીલા મરચા અને ટામેટાનો પેસ્ટ તૈયાર કરી લો.
* મધ્યમ તાપમાં એક પેનમાં તેલ ગરમ કરવા માટે મૂકો.
* તેલ ગરમ થતા જ તેમાં જીરું નાખીને શેકો
* જેમજ પેસ્ટ તેલ છોડી હળદર લાલ મરચા, જીરું પાઉડર અને થોડું મીઠું મિક્સ કરી લો.