બુધવાર, 27 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી રસોઇ
  3. શાકાહારી વ્યંજન
Written By
Last Modified: બુધવાર, 24 જાન્યુઆરી 2018 (19:34 IST)

20 મિનિટમાં આ રીતે બનાવી શકો છો ચટણી સેંડવિચ Chutney Sandwich

દોડતી- ભાગતા જીવનમાં ખાવા-પીવાનો સમય કાઢવું ખૂબ મુશ્કેલ થઈ જાય છે. તેથી સેંડવિચ એક બેસ્ટ ઑપ્શન છે. આ જલ્દી બની જાય છે અને ખાવામાં પણ સરસ લાગે છે. 
સામગ્રી-
એક નાની વાટકી મગફળી 
એક નાની ચમચી તલ 
એક નાની ચમચી છીણેલું નારિયેળ 
એક મોટી ચમચી કોથમીર 
એક નાનું ટુકડો આદું 
બે-ત્રણ લીલા મરચાં 
ત્રણ કલી લસણ 
ચાર સ્લાઈસ બ્રેડ 
મીઠું સ્વાદપ્રમાણે 
વિધિ- 
સૌથી પહેલા ચટણી મગફળી, તલ અને નારિયેળને દરદરો વાટી લો. 
-પછી તેમાં કોથમીર, આદું, લીલા મરચાં અને લસણની કળી નાખી પેસ્ટ બનાવી લો. 
- ચટણીને એક વાસણમાં કાઢી તેમાં મીઠું મિક્સ કરો. 
- હવે બે બ્રેડ સ્લાઈસ લો અને બન્ને પર એક ચમચીથી સારી રીતે ચટણી લગાવો અને પછી એક-બીજા પર મૂકો. 
- ચાકૂથી ત્રિકોણ કાપી ટોમેટો સૉસ અને લીલી ચટણી સાથે સર્વ કરો. 
 
 
નોટ- તમે ઈચ્છો તો બ્રેડના કોર પણ કાપી શકો છો. 
- ચટણી સાથે ડુંગળીની પાતળી સ્લાઈસ પણ મૂકી શકો છો.