સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી રસોઇ
  3. શાકાહારી વ્યંજન
Written By
Last Modified: બુધવાર, 3 જાન્યુઆરી 2018 (15:20 IST)

રેસીપી - મેથી ચમન

મેથીનો મૌસમ ચાલી રહ્યું છે તો મેથીનો શાકનો બને જ છે. તેનો અસલી સ્વાદ મેળવા માટે ધ્યાન રાખવું કે તેને વધારે મોડે સુધી ન ચડાવવું. 
 
સામગ્રી
પનીર - 500 ગ્રામ 
મેથી શાક 
બે ચમચી વરિયાળી 
એક ચમચી હળદર 
ત્રણ્-ચાર એલચી 
એક નાની ચમચી જીરું 
અડધી વાટકી દૂધ 
ચપટી હીંગ 
એક નાની ચમચી ગરમ મસાલા 
એક નાની ચમચી સૂંઠ 
ઘી જરૂર પ્રમાણે 
પાણી 
સજાવટ માટે કોથમીર 
વિધિ-
-સૌથી પહેલા પનીરના નાના-નાના ટુકડા કાપી લો. 
- મધ્યમ તાપ પર એક પેનમાં ઘી ગરમ કરવા માટે મૂકો. 
- ઘી ગરમ થતા જ પનીરને સોનેરી થતા સુધી શેકવું અને તાપ બંદ કરી નાખો. 
- હવે મેથી શાકને સમારી લો અને પેસ્ટ તૈયાર કરો. 
- ધીમા તાપ પર એક પેનમાં ઘી ગરમ કરો. 
- હીંગ, જીરું, ઈલાયચી, લવિંગ, તજ, વરિયાળી પાઉડર, ગરમ મસાલા અને સૂઠ મિક્સ કરી સંતાડો. 
- પાણી અને મીઠું ઉમેરો. ગ્રેવી ઘટ્ટ થયા પર પનીરના ટુકડા નાખી 5 મિનિટ રાંધવુ અને તાપ બંદ કરી નાખો. 
- તૈયાર છે મેથી ચમન- કોથમીરથી ગાર્નિશ કરી રોટલી કે પરાઠા સાથે સર્વ કરો.