સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી રસોઈ
  3. શાકાહારી વ્યંજન
Written By

ગુજરાતી ક્રિસ્પી રેસીપી - બ્રેડ વડા

સાંજની ચા સાથે કંઈક  ચટપટા અને કુરકુરા ખાવાનુ મન થાય છે તો બનાવો ટેસ્ટી બ્રેડ વડા. તેને નાસ્તામાં કે પછી બાળકોના ટિફિનમાં પણ પૈક કરી શકાય છે. 
સામગ્રી - 5-6 બ્રેડ, 1/2 કપ દહી, 1/4 રવો, 1/2 ચમચી જીરુ, 1/2 કપ ચોખાનો લોટ, 1 બારીક સમારેલી ડુંગળી. 1-2 લીલા મરચા ઝીણા સમારેલા, 2 મોટી ચમચી લીલા ધાણા, 5-6 કડી લીમડો, 1 કપ તેલ, મીઠુ સ્વાદમુજબ. 
 
બનાવવાની રીત - બ્રેડને નાના નાના ટુકડામાં તોડીને એક મોટા બાઉલમાં મુકી દો અને તેમા દહી, ચોખાનો લોટ અને રવો નાખીને સારી રીતે મિક્સ કરી લો.  હવે તેમા સમારેલી ડુંગળી, સમારેલા મરચા લીલા ધાણા કઢી લીમડો જીરુ હીંગ અને મીઠુ નાખીને લોટની જેમ બાંધી લો. 
 
કઢાઈમાં તેલ ગરમ કરો.  હવે તૈયાર થયેલ મિશ્રણમાંથી નાના નાના વડા તૈયાર કરો અને તેમા વચ્ચે કાણુ કરતા જાવ. તેલમા આ વડા નાખીને સોનેરી થતા સુધી તળી લો. ગરમાગરમ વડા તૈયાર છે. નારિયળની ચટણી સાથે કે તમારી કોઈ મનપસંદ ચટણી સાથે સર્વ કરો.