શુક્રવાર, 29 માર્ચ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી રસોઈ
  3. શાકાહારી વ્યંજન
Written By

ગુજરાતી રેસીપી- આ રીતે બનાવો કુરકુરા ફ્રેચ ફ્રાઈસ French Fries

ફ્રેંચ ફ્રાઈસ શાનદાર સ્નેક્સ છે. તેને બાળક અને મોટા બધા પસંદ કરે છે. તમે પણ જાણો તેને શાનદાર રીતે બનાવવા માટે શું કરવું પડશે. 
 
જરૂરી સામગ્રી 
બટાટા 3 મોટા અને લાંબા આકાર વાળા 
તળવા માટે તેલ 
કાર્નફ્લોર એક મોટી વાટકી 
ખાંડ નાની ચમચી
આઈસ ક્યૂબ 12-15 
પાણી 2 ગિલાસ 
બનાવવાની રીત- 
- સૌપ્રથમ, બટાકાના છાલટા કાઢી તેને લાંબા ટુકડાઓમાં કાપી લો.
- એક મોટા વાસણમાં પાણી અને બરફ નાખો તેમાં બટાટાનાં ટુકડા કાપીને 10 મિનિટ સુધી રાખો.
- ત્યારબાદ ટુકડાને કાઢી , એક કાપડ પર ફેલાવો.
- જ્યારે પાણી સૂકી જાય તો તેને એક નેપકીન પર ફેલાવી દો. જેથી તેમાં પાણી ન રહે.  
- એક વાસણમાં બટાકાની ટુકડાઓ પર કાર્નફ્લોર અને ચપટી મીઠું નાખી સારી રીતે મિક્સ કરી લો. (ધ્યાનમાં રાખો કે બટાટામાં કાર્નફ્લોર સારી રીતે ચોંટી જાય).
- એક કડાહીમાં તેલ નાખી અને માધ્યમ તાપ પર ગરમ કરો. ધ્યાનમાં રાખો કે જ્યારે તેલ સારી રીતે ગરમ થાય તો, બટાટાને ફ્રાય કરો.
- ફ્રેન્ચ ફ્રાઈસને બે રીતે ફ્રાય કરી શકાય છે.
- પ્રથમ પદ્ધતિમાં બટાટાને બે વાર તળવું છે. આ માટે, 10-12 મિનિટ માટે ફ્રાય કરવું અને કાઢી લો. 
- પછી આ ટુકડા ફરીથી તેલમાં 4-5 મિનિટ માટે ઉમેરો. આમ કરવાથી, ફ્રેન્ચ ફ્રાઈસ વધુ કરકરા બનશે .
 
- બીજી રીતે, એક જ સમયે 12-15 મિનિટ માટે બટેકા ટુકડાઓને ફ્રાય કરો. યાદ રાખો કે જ્યોત ખૂબ તેજ નહી હોય. અન્યથા ફ્રેન્ચ ફ્રાઈસ બળી જશે.
- પ્લેટમાં તળેલા બટાકાની ટુકડાઓ ફેલાવો.
- પછી થોડું ખાંડ અને મીઠું ઉમેરો અને સારી રીતે મિશ્રણ કરો.
- કુરકુરા ફ્રેચ ફ્રાઈસ  તૈયાર છે. 
- ટામેટા કેચઅપ સાથે આનંદ માણો.