બુધવાર, 24 સપ્ટેમ્બર 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી રસોઈ
  3. શાકાહારી વ્યંજન
Written By
Last Modified: સોમવાર, 1 ફેબ્રુઆરી 2021 (17:08 IST)

ખાવાનો સ્વાદ વધારી દેશે ઘરે બનેલુ ઈંસ્ટેટ ચટપટુ બટાકાનુ અથાણુ, નોંધી લો આ સહેલી Recipe

Instant Pickle Recipe
Instant Pickle Recipe: ખાવા સાથે પીરસવામાંં  આવતુ અથાણુ ભોજનનો સ્વાદ અનેકગણો વધારી દે છે. સામાન્ય રીતે અથાણુ તો સારી રીતે તૈયાર થવામાં અનેક મહિનાનો સમય લાગી જાય છે. પણ  આજે અમે આપને બતાવી રહ્યા છે એક એવુ અથાણુ જેને મહિનામાં નહી પણ ઈંસ્ટેટ તૈયાર થઈ જાય છે. આ અથાણાનુ નામ છે બટાકાનુ અથાણુ.  બટાકાના શાકની જેમ તેનુ અથાણુ પણ સ્વાદમાં ખૂબ જ લાજવાબ લાગે છે તો આવો જાણી લો કેવી રીતે બને છે આ ટેસ્ટી અથાણુ. 
 
બટાકાનુ અથાણુ બનાવવા માટે સામગ્રી - 
 
- 4 મીડિયમ બટાકા બાફેલા 
- 1 ડુંગળી ઝીણી સમારેલી ଓ
- 2-3 લીલા મરચા ઝીણા સમારેલા 
- 2 ટેબલ સ્પૂન લીંબૂનો રસ 
- સ્વાદમુજબ સંચળ 
- 1 ટેબલ સ્પૂન લીલા ધાણા 
- 8-10 કાળા મરી 
- 2 ટેબલ સ્પૂન સરસવનુ તેલ
- એક ચપટી મેથીના બીજ 
 
બટાકાનુ અથાણુ બનાવવાની સહેલી વિધિ - બટાકાનુ અથાણુ બનાવવા માટે સૌથી પહેલા એક બાઉલમાં બટાકા, લીલા મરચા લીંબુનો રસ  લીલા ધાણા કાળા મરી અને મીઠુ લો. તેમા થોડુ જીરુ અને સફેદ તલ નાખીને બધી વસ્તુઓ સારી રીતે મિક્સ કરો.  હવે એક કઢાઈમાં તડકો તૈયાર કરો. તેમા સરસિયાનુ તેલ ગરમ કરો તેલ ગરમ થાય કે તેમા મેથીના દાણા નાખીને થોડી વાર ગરમ થવા દો. હવે આ તડકાને બટાકા પર નાખીને બધી વસ્તુઓ સારી રેતે મિક્સ કરો. તમારુ ટેસ્ટી ઈસ્ટેંટ બટાકાનુ અથાણુ બનીને તૈયાર છે.