લચ્છેદાર પરાઠાં

paratha
સામગ્રી - 100 ગ્રામ ઘઉંનો લોટ, મીઠુ સ્વાદમુજબ, ઘી કે બટર
બનાવવાની રીત - લોટ મીઠુ નાખીને બાંધી લો.
બાંધેલા લોટને 30 મિનિટ સુધી ઢાંકીને મુકી દો. ત્યારબાદ લોટને બીજીવાર હાથ વડે દબાવીને એક સરખો કરી લો.
ત્યારબાદ તેના લૂઆ બનાવી લો. લૂઆને સૂકા લોટમાં લપેટીને લગભગ 6 ઈંચ ગોલ પરાઠો વણીલો. તેના પર 1 ચમચી ઘી લગાવીને સારી રીતે ફેલાવી દો. ઉપરથી થોડો સૂકો લોટ ભભરાવી દો. હવે કિનારાથી શરૂ કરીને નાની-નાની પટ્ટીમાં વાળી લો. દરેક પટ્ટીને વાડતી વખતે હળવુ ઘી લગાવીને લોટ ભભરાવતા રહો.

જ્યારે આ પરાઠાની લાંબી પટ્ટીયો બની જાય ત્યારે તેને ગોળ ગોળ વાળી લો.
એક પરતવાળો લૂઓ બનીને તૈયાર થશે. ત્યારબાદ તેને હળવા હાથે વણી લો. ધ્યાન રાખો કે તેના પુડ બનેલા રહેવા જોઈએ. વધુ પાતળો ન વણતા. પછી ધીમા તાપ પર સેંકી લો. લચ્છા પરાઠા તૈયાર છે. તેને સોસ કે શાક સાથે સર્વ કરો.


આ પણ વાંચો :