દાણા મેથી પાપડનું શાક (Methi dana papad Shak)
મેથી દાણાનું શાક રાજસ્થાનની પારંપરિક શાકમાં છે. મેથી દાણા કેલ્શિયમ અને આયરનથી ભરપૂર હોય છે તેથી આ સાંધાના દુખાવા અને ડાઈજેશન સિસ્ટમને મજબૂત કરે છે. મેથીમાં પાપડ મિક્સ કતી આ શાક બનાવીએ છે. અમે રસ્સાવાળુ શાક તમને જણાવી રહ્યા છે.
સામગ્રી-
50 ગ્રામ મેથી દાણા
2 પાપડ
2 ટેબલ સ્પૂન તેલ
1 ટીસ્પૂન લાલ મરી પાઉડર
1/4 ટીસ્પૂન જીરું
1 લીલા મરચાં
1/4 ટીસ્પૂન આમચૂર
ચપટી ગરમ મસાલા
ચપટી હીંગ
મીઠું સ્વાદ પ્રમાણે
બનાવવાની રીત-
* મેથી દાણાને પલાળીને 7-8 કલાક સુધી રાખો
* પછી પાણી કાઢી લો .
* કૂકરમાં મેથી દાણા અને એક કપ પાણી નાખી એક સીટી લગાવીને ઉકાળી લો.
* મેથી દાણાને 2-3 વાર ઠંડા પાણીથી ધોઈ લો.
* પાપડને શેકવું.
* હવે પેનમાં તેલ ગરમ કરો.
* ગર્મ તેલમાં હીંગ, જીરું અને મરચા નાખી વધાર કરો.
* ત્યારબાદ તેલમાં મેથી દાણા અને પાપડના નાના ટુકડા નાખી દો.
* ધીમા તાપ પર પાપડ અને મેથી દાણાને 5 મિનિટ સુધી ચલાવો.
* ત્યારબાદ તેમાં મીઠુ, લાલ મરચા પાઉડર, આમચૂર પાઉડર અને ગરમ મસાલા નાખી સારી રીતે મિક્સ કરો. * પછી તેમાં 1 કપ પાણી નાખી 2 મિનિટ સુધી ઉકાળો.
* કોથમીરથી ગાર્નિશ કરો અને તાપ બંદ કરી નાખો.
* દાણા મેથી પાપડનું શાક રોટલી, પૂરી કે પાપડની સાથે ખાવો.