શુક્રવાર, 4 ઑક્ટોબર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી રસોઈ
  3. શાકાહારી વ્યંજન
Written By
Last Updated : બુધવાર, 3 એપ્રિલ 2024 (11:16 IST)

Onion Vegetable - ડુંગળીની આ રેસીપી આગળ ભૂલી જશો પનીરના શાકનો સ્વાદ, જાણો કેવી રીતે બનાવશો ?

onion recipe
onion recipe
ડુંગળી વગર કોઈપણ શાકમાં સ્વાદ અને ટેસ્ટ નથી આવતો. ડુંગળીનો ઉપયોગ શાકભાજીની ગ્રેવી અને સલાદ માટે કરવામાં આવે છે.  શાકભાજીમાં ડુંગળીનો વધાર અને મસાલા સ્વાદને અનેકગણો વધારી દે છે.  પણ શુ તમે ક્યારેય ડુંગળીનુ શાક ખાધુ છે ? તમને જાણીને નવાઈ લાગશે પણ ડુંગળીથી બનેલુ શાક આંગળી ચાટવા મજબૂર કરી દે છે. તેનો સ્વાદ એટલો સારો હોય છે કે તેની આગળ પનીરના શાકનો સ્વાદ પણ ફીકો પડી જાય. આવામાં જો તમારા ઘરમાં કોઈ શાક નથી તો તમે ફટાફટ ડુંગળીનુ શાક બનાવી શકો છો. ચાલો જાણીએ કેવી રીતે બનાવવુ ચટપટુ ડુંગળીનુ શાક. 
 
ડુંગળીનુ શાક બનાવવા માટે સામગ્રી - 4 નાની સાઈઝની ડુંગળી, 6 મોટી ડુંગળી, કઢી લીમડો, 3 લીલાં મરચાં, અડધી ચમચી જીરું, અડધી ચમચી સરસવ, સ્વાદ મુજબ મીઠું, હળદર, તેલ 2 ચમચી, 1 ટામેટુ, અડધો કપ દહીં
 
ડુંગળીનુ શાક બનાવવાની વિધિ -  ડુંગળીનુ શાક બનાવવા માટે સૌથી પહેલા 6-7 ડુંગળી લો. તેને છોલીને સ્વચ્છ પાણીથી ધોઈ લો. હવે આ ડુંગળીને એકદમ ઝીણી સમારી લો. 4 નાની સાઈઝની ડુંગળી લો અને તેના છાલટા કાઢીને તેને ધોઈ લો. હવે ગેસ ઓન કરો અને તેના પર કડાહી મુકો. ગેસને મીડિયમ તાપ પર મુકો. હવે કડાહીમાં 2 ચમચી તેલ નાખો. જ્યારે તેલ ગરમ થઈ જાય ત્યારે તેમા નાની સાઈઝની આખી ડુંગળીને બ્રાઉન થતા સુધી સેકી લો. જ્યારે તે બ્રાઉન થાય ત્યારે તેન ધીરેથી બહાર કાઢે એલો. હવે ત્યારબાદ પરત કડાહી મુકો. જ્યારે કડાહી ગરમ થાય ત્યારે તેમા બે ચમચી તેલ નાખો. તેલ સાધારણ તપે એટલે તેમા થોડો કઢી લીમડો,  અડધી ચમચી સરસવના દાણા, બારીક સમારેલા મરચાં અને જીરું નાખીને તેને સાંતળો. જ્યારે તે લાઈટ બ્રાઉન રંગની થાય ત્યારે તેમાં ઝીણી સમારેલી ડુંગળી નાખો. હવે ડુંગળીને સોનેરી થાય ત્યાં સુધી સાંતળવા પ્લેટ વડે ઢાંકી દો. ,
 
જ્યારે ડુંગળી સોનેરી થાય ત્યારે તેમા  1 સમારેલુ ટામેટુ નાખો.  હવે ડુંગળીની કઢાઈને પ્લેટ વડે  ઢાંકી મુકો. 5 મિનિટ પછી પ્લેટ હટાવી દો અને  તેમાં હળદર, મીઠું, અડધો કપ દહીં, 4 બ્રાઉન કરેલી આખી ડુંગળી એકસાથે ઉમેરો. હવે તેમાં અડધો કપ પાણી ઉમેરો અને શાકને પ્લેટથી ઢાંકી દો. 7 થી 8 મિનિટ પછી ફરી એકવાર શાકને હલાવો. સ્વાદ અને સુગંધ માટે તેમાં કસુરી મેથી ઉમેરો. તૈયાર છે તમારી સ્વાદિષ્ટ ડુંગળીની કઢી. ડુંગળીનું શાક રોટલી સાથે સર્વ કરો.