મંગળવાર, 19 માર્ચ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી રસોઇ
  3. શાકાહારી વ્યંજન
Written By
Last Updated : શનિવાર, 6 ઑગસ્ટ 2016 (17:00 IST)

ફરાળી વાનગી - બટાકાની ખીચડી

વ્રતમાં મોટાભાગે એ પ્રશ્ન ઉભો થાય છે કે શુ ખાવુ જોઈએ.  આ સવાલના જવાબમાં અમે તમને સ્વાદિષ્ટ રેસીપી બટાકાની ખીચડી બનાવતા શીખવીશુ. 
સામગ્રી - 4 બટાકા, 2 લીલા મરચા ઝીણા સમારેલા, 1.5 ચમચી લીંબૂનો રસ, 1/4 કપ મગફળીના દાણા સેકેલા એક ચમચી જીરુ, 4 પાન કઢી લીમડો, સ્વાદમુજબ સેંધાલૂણ એક ચમચી ખાંડ, લીલા ધાણા ઝીણા સમારેલા, ઘી કે તેલ. 
 
બનાવવાની રીત - બટાકાને છોલીને ધુવો અને છીણી લો, પછી તેમા પાણીમાં નાખી મુકો જેથી  તે કાળા ન પડે. 
- હવે બટાકાનુ બધુ પાણી નિતારી તેને નિચોવીને જુદા મુકી દો. 
- પછી પૈનમાં ઘી કે તેલ નાખીને ગેસ પર ગરમ કરવા મુકો. 
-  ઘી માં જીરુ નાખીને ધીમા તાપ પર ફ્રાઈ કરો. 
- જ્યારે જીરુ તતડવા માંડે તો તેમા કઢી લીમડાના કેટલાક પાન નાખીને ફ્રાઈ કરો. 
- પછી પેનમાં બટાકા અને મીઠુ નાખીને ચમચીથી હલાવતા મિક્સ કરો. 
- ત્યારબાદ ધીમો તાપ કરીને પેનને ઢાંકી દો. અને 10 મિનિટ સુધી બટાકાને બફાવા દો. 
- બટાકાને હલાવતા રહો જેથી તે ચોંટે નહી. 
- જ્યારે બટાકા બફાય જાય તો ઢાકણ હટાવીને તેમા લીલા મરચા, લીંબૂનો રસ, મગફળી અને લીલા ધાણા નાખીને મિક્સ કરો. તેને 2 મિનિટ ધીમા તાપ પર થવા દો. 
- ત્યારબાદ ખાંડ નાખીન એક મિનિટ થવા દો પછી ગેસ બંધ કરો. તૈયાર ગરમા ગરમ બટાકાની ખિચડી સર્વ કરો.