શનિવાર, 20 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી રસોઇ
  3. શાકાહારી વ્યંજન
Written By
Last Updated : મંગળવાર, 17 મે 2016 (12:00 IST)

ખૂબ જ ટેસ્ટી છે આ કોળાની બરફી

ઉનાળામાં કોળાનું શાક ખાવુ  જોઈએ કારણકે એ આપણા શરીરને ઠંડક પહોંચાડે છે. પણ દરરોજ કોળાનુ શાક બનાવવુ  અને ખાવું થોડું બોરિંગ થઈ જાય છે આવા સમયે તમે તેનો શીરો કે પછી બરફી બનાવી શકો છો. 
કોળાની બરફી ખૂબ સ્વાદિષ્ટ હોય છે, જેને બનાવવી  ખૂબ સરળ છે.  કોળાની બરફી જો બનાવવી  હોય તો એના માટે પાકુ કોળું લેવું જોઈએ. પાકા કોળામાં મીઠાસ તેની અંદર જ  છે. 
 
સામગ્રી-  
કોળું- 1 કપ 
ખાંડ- 200 ગ્રામ 
ઘી - 4 ચમચી 
માવો- 200 ગ્રામ 
બદામ, કાજૂ પિસ્તા 1-1 ચમચી
ઈલાયચી 4-5 વાટેલી 
 
બરફી બનાવા માટે
 
કોળાના છોતરા કાઢીને સાફ કરી લો. એને છીણી લો કે નાના નાના ટુકડમાં કાપી લો.  પછી કઢાહીમાં ઘી નાખી ગરમ કરો. તેમા કોળું નાખી મધ્યમ તાપ પર સીઝવા દો.  જ્યારે કોળું બફાય જાય તો એમાં ખાંડ નાખો. 
એને સતત હલાવતા રહો નહી તો કોળું તળિયે ચોંટવું શરૂ થઈ જાય છે. 
 
એમાં 2 ચમચી ઘી નાખો અને થોડી વાર સીઝવા દો.  જ્યારે કોળું ઘટ્ટ થઈ જાય અને એનુ પાણી સૂકાઈ જાય તો ગેસ બંધ કરી નાખો.  પછી એમાં મેવા મિક્સ કરી અને ઈલાયચી પાવડર નાખો. 
 
એક થાળી લો એમાં ઘી લગાવીને કોળાનું  પેસ્ટ ફેલાવો અને 1 કલાક માટે ઠરવા મૂકી દો.  1 કલાક બાદ ચપ્પુથી કાપીને  એના નાના-નાના ટુકડા કરી સર્વ કરો. અને બાકીની બરફીને કોઈ ડબ્બામાં બંદ કરીને ફ્રિજમાં મૂકી દો.