મંગળવાર, 19 માર્ચ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી રસોઇ
  3. શાકાહારી વ્યંજન
Written By
Last Modified: સોમવાર, 8 ઑગસ્ટ 2016 (16:56 IST)

રાજસ્થાની બેસનવાળા મરચા

રસોઈનો સ્વાદ વધારવા માટે તેની સાથે પીરસો ચટપટી રાજસ્થાની બેસનવાળા મરચા... જાણો તેની રેસીપી 
જરૂરી સામગ્રી - 8 લીલા મરચા, એક મોટી ચમચી બેસન, અડધી ચમચી હળદર, એક નાની ચમચી ધાણાજીરુ, એક નાની ચમચી આમચૂર પાવડર, એક નાની ચમચી વરિયાળી વાટેલી, ચપટી હિંગ, અડધી ચમચી જીરુ, અડધી ચમચી રાઈ, સ્વાદમુજબ મીઠુ. 
એક મોટી ચમચી સરસવનું તેલ. 
 
બનાવવાની રીત - લીલા મરચાને ધોઈને તેના દીઠા કાઢી લો. હવે મરચાને સમારી લો. ગેસ પર કઢાઈ ગરમ કરવા મુકો. તેમા બેસન નાખીને સાધારણ બ્રાઉન રંગમાં સેકી લો. બેસન ચમચીથી હલાવતા રહો જેથી બળી ન જાય.  બેસનને પ્લેટમાં કાઢી લો. પછી કઢાઈમાં તેલ નાખીને ગરમ કરો.  પછી તેમા તેલ, જીરુ, રાઈ અને હિંગ નાખો.  જ્યારે રાઈ અને જીરુ તતડે ત્યારે તેમા ધાણાજીરુ, હળદર, આમચૂર પાવડર, વાટેલી વરિયાળી, લીલા મરચા અને મીઠુ નાખીને સારી રીતે મિક્સ કરો. ત્યારબાદ મરચાનાં મિક્સરમાં એક મોટી ચમચી પાણી નાખો અને મરચા ઢાંકીને સીઝવા દો. 2 મિનિટ પછી તેમા સેકેલુ બેસન નાખીને  હલાવો અને 2 મિનિટ થવા દો પછી ગેસ બંધ કરી દો.  તૈયાર છે રાજસ્થાની બેસનવાળા મરચાં. હવે આને ગમે ત્યારે ખાઈ શકો છો.