શનિવાર, 23 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી રસોઇ
  3. શાકાહારી વ્યંજન
Written By
Last Modified: ગુરુવાર, 28 સપ્ટેમ્બર 2017 (14:36 IST)

ફરાળી રેસીપી-રાજગરા પનીરના ઢેબરા

જો વ્રતમાં તમને પરોઠા ખાવાનું મન જોય પર હમેશાની રીતે કૂટ્ટૂ કે સિંઘાડાના લોટનું પરોઠા નહી ખાવા ઈચ્છો છો તો આ વખતે બનાવો રાજગરા 
પૂરણ માટે
અડધું કપ પનીર(છીણેલું)
બે લીલા મરચા
એક નાનું કપ સમારેલું કોથમીર 
અડધી નાની ચમચી ખાંડ 
ચપટી સિંધાલૂણ 
 
ઢેબરા માટે 
એક કપ - રાજગરાલોટ 
એક બાફેલું બટાકા (છીણેલું) 
અડધું નાની ચમચી કાળી મરી પાઉડર 
ઘી સેકવા માટે 
પાણી જરૂર મુજબ 
 
* સૌથી પહેલા પૂરણ માટે બધી સામગ્રીઓને મિક્સ કરી લો. 
* એક બીજા વાસણમાં રાજગરાનો લોટ બટાકા, કાળી મરી અને સિંધાલૂણ સાથે સારી રીતે લોટ બાંધી લો. 
* બંધાયેલા લોટના લૂઆ તોડી પહેલા નાના આકારમાં વળી લો. 
* રોટલીના વચ્ચે પૂર્ણ ભરી ચારે તરફથી પોટલીનો શેપ આપો. 
* પછી તેને રોટલીની જેમ વળી લો. 
* મીડિયમ તાપ પર એક તવો ગરમ કરવા માટે મૂકો. 
* હવે તેને ઘી લગાવી શેકતા રહો. 
* તૈયાર છે રાજગરાના ઢેબરા બટાકાની શાક કે દહીં સાથે ખાવું.