બુધવાર, 24 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી રસોઇ
  3. શાકાહારી વ્યંજન
Written By
Last Modified: બુધવાર, 27 સપ્ટેમ્બર 2017 (17:11 IST)

ઉપવાસની ફરાળી રેસીપી

કેળાના વડા-
સામગ્રી - 4 કાચા કેળા, 2 ઝીણા સમારેલા લીલાં મરચા, લીલા ઘાણાં સમારેલા બે ચમચી, કાળા મરીનો પાવડર, મીઠુ, સંચળ, જીરુ સેકેલુ. 


વિધિ : કાચા કેળાને ઉકાળીને તેમના છોલટા કાઢી લો, આ કેળાને સારી રીતે મેશ કરી લો 

હવે તેમા લીલા મરચાં, લીલા ઘાણા અને બધા મસાલા સ્વાદમુજબ ભેળવી લો. પછી તેના નાના-નાના વડા બનાવો અને આછા ગુલાબી થતા સુધી સેકી લો. આ વડાને આમલીની ચટણી સાથે સર્વ કરો. 


2. સાબુદાણાના લાડુ- સામગ્રી - બે વાડકી સાબુદાણા, 1 વાડકી મગફળીના દાણા, 1/2 વાડકી માવો(મસળેલો), 1/2 વાડકી કાજૂ-બદામ-પિસ્તા, સાકરિયા, કિશમિશ અધકચરા વાટેલા. 1/2 વાડકી દેશી ઘી અને અડધી વાડકી દળેલી ખાંડ. 

વિધિ - સાબૂદાણાને કઢાઈમાં ઘીમા ગેસ પર 5 મિનિટ સેકી લો. હવે સાબુદાણાને મિક્સરમાં દળી લો. મગફળીના દાણાને પણ અધકચરા દળી લો. 

નોન સ્ટિક કઢાઈમાં ઘી ગરમ કરીને સાબુદાણાને સેકી લો. જ્યારે સાબૂદાણા સેકાય જાય તો તેમા મગફળીનો ભૂકો નાખીને બે મિનિટ ચલાવો. હવે તેમા બાકીની બધી સામગ્રી નાખીને સારી રીતે મિક્સ કરી લો અને લાડુ બનાવી લો. 



બટાકાના ગુલાબ જાંબુ-સામગ્રી - બટાકા 250 ગ્રામ, આરારોટ-50 ગ્રામ, ખાંડ 100 ગ્રામ, તળવા માટે ઘી, ઈલાયચી દળેલી અડધી ચમચી, ગુલાબ કે કેવડાનુ પાણી 2 મોટી ચમચી. 


વિધિ - બાફેલા બટાકાને છોલીને હાથથી મસળી લો. આરારોટ નાખીને સારી રીતે ગૂંથી લો. નાના-નાના ગોળા બનાવો. 

ખાંડની એક તારની ચાસણી બનાવી તેમા ઈલાયચીનો પાવડર નાખો. કઢાઈમાં ઘી ગરમ કરીને બટાકાના ગોળા તળી લો. આ તળેલા ગોળાને ચાસણીમાં નાખો. ગુલાબજળ નાખીને ગરમા-ગરમ પરોસો.