સ્કુટીમાંથી પેટ્રોલ કાઢવાનો જુગાડુ વીડિયો ઝડપથી થઈ રહ્યો છે વાયરલ, અત્યાર સુધી 4.6 મિલિયન લોકો સુધી પહોચ્યો Video
આ દુનિયામાં જુગાડ કરનારા લોકો ખૂબ છે. અનેક લોકો એવા છે જે પોતાનો ખર્ચ બચાવવા માટે જુગાડ કરે છે તો બીજી બાજુ અનેક લોકો એવા છે જે મુસીબતમાં ફસવા પર કે પછી બીજા લોકોને જુગાડ બતાવવા માટે તેનો વીડિયો બનાવે છે અને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી દે છે. આ બંને પ્રકારના જુગાડના વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યા છે. જેમા ગજબનો જુગાડ જોવા મળી રહ્યો છે. આ કારણે વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આવો ફરી તમને બતાવીએ કે વીડિયોમાં શુ જોવા મળ્યુ.
આ વીડિયોમાં શુ જોયુ ?
હાલ જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે તેમા જોવા મળી રહ્યુ છે કે એક વ્યક્તિ સ્કુટીના પેટ્રોલ ટેંકમાંથી પેટ્રોલ કાઢવાની રીત બતાવી રહ્યો છે. આ માટે તેણે એક બોટલ્લીધી અને ઢાંકણમાં કાણુ પાડીને તેમા એક સ્ટ્રો ને બોટલમાં નાખે છે. અડધી સ્ટ્રો અંદર અને અડધી બહાર છે. ત્યારબાદ તેણે ઢાંકણ પર કશુ લગાવી દીધુ છે જેથી ત્યાથી એયર પાસ ન થઈ શકે. ત્યારબાદ તે બહારના ભાગવાળી સ્ટ્રો પેટ્રોલ ટેંકમાં નાખે છે અને બોટલને દબાવી દબાવીને પ્રેશર બનાવીને એ પાઈપ દ્વારા પેટ્રોલ કાઢી રહ્યો છે. આ કારણે વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
અહી જુઓ વીડિયો
તમે હાલ જે વીડિયો જોયો તેને એક્સ પ્લેટફોર્મ પર @aditiwari9111 નામના એકાઉંટ પરથી પોસ્ટ કરવામાં આવ્યો છે. વીડિયો પોસ્ટ કરતી વખતે, કેપ્શનમાં લખ્યું છે, "જુગાડ દિન પકોડા." સમાચાર લખાય ત્યાં સુધી, 46 લાખ લોકો આ વીડિયો જોઈ ચૂક્યા છે. વીડિયો જોયા પછી, એક યુઝરે ટિપ્પણી કરી અને લખ્યું - તેને સાચવો, તે કટોકટીમાં ઉપયોગી થશે. બીજા યુઝરે લખ્યું - ભાઈ જુગાડ તગા હૈ. ત્રીજા યુઝરે લખ્યું - વાહ, આ એક અદ્ભુત પદ્ધતિ છે. બીજા યુઝરે લખ્યું - સરકારે જુગાર પર ઈનામ જાહેર કરવું જોઈએ.