મંગળવાર, 19 માર્ચ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી રસોઇ
  3. શાકાહારી વ્યંજન
Written By
Last Updated : ગુરુવાર, 26 એપ્રિલ 2018 (11:39 IST)

કેરીનું શાક બનાવવાની આ નવી રેસીપી ટ્રાય કરી છે

આજે અમે તમને કાચી કેરીનુ શાક બનાવવાની રેસીપી બતાવીશુ. આ રેસીપી સાઉથ ઈંડિયનની જાણીતી ડિશ છે. આ કાચી કેરીમાંથી બનાવાય છે. ગુજરાતમાં પણ આ શાક પ્રખ્યાત છે. આ શાકને થેપલા કે મુઠિયા સાથે ખાઈ શકાય છે.  આવો જાણીએ તેને બનાવવાની રીત. 
 
સામગ્રી - કાચી કેરી 1 કપ, સમારેલો ગોળ 1/2 કપ, લાલ મરચુ 3-4 ચમચી, રાઈ 1/2 ચમચી, કઢી લીમડો 9-10, છીણેલુ નારિયળ 1/2 કપ, લીલા ધાણા 4-5 મીઠુ સ્વાદમુજબ. 
 
બનાવવાની રીત - કાચી કેરીનુ શાક બનવવા માટે સૌ પહેલા એક વાડકામાં પાણી ભરી લો. પછી તેમા સમારેલી કાચી કેરીના ટુકડા નાખો.  હવે તેને ગેસ પર ત્યા સુધી ઉકાળો જ્યા સુધી કેરી બફાઈ ન જાય. 
 
હવે એક વાડકામાં પાણી લો અને ગોળ નાખીને સારી રીતે મિક્સ કરીને પેસ્ટ બનાવી લો.  પેસ્ટ બનાવ્યા પછી તેને ગાળીને અલગ મુકી દો.  હવે જોઈ લો કે ગેસ પર મુકેલી કેરી બફાય ગઈ છે કે નહી. જો બફાય જાય તો તેનુ પાણી નિતારી તેને અલગ મુકો અને મિક્સરના જારમાં નાખીને વાટી લો.  ત્યારબાદ મિક્સરમાં લાલ મરચુ અને નારિયળની પણ પેસ્ટ બનાવી લો.  હવે એક પેનમાં થોડુ તેલ ગરમ કરીને તેમા રાઈ અને કઢી લીમડો નાખો. 
 
પછી તેમા ગોળવાળુ પાણી અને કેરીની પેસ્ટ નાખી ઉકાળો. તેમા એક કપ પાણી અને થોડુ મીઠુ નાખો. પછી મરચુ અને નારિયળની પેસ્ટ નાખી ઉકાળી લો.   તમારુ કાચી કેરીનુ શાક બનીને તૈયાર છે.  તમે ખીચડી અને રોટલી સાથે ખાઈ શકો છો.