શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી રસોઇ
  3. શાકાહારી વ્યંજન
Written By
Last Updated : શુક્રવાર, 16 ફેબ્રુઆરી 2018 (15:19 IST)

આ વિધિથી બનાવો સાંભર, સ્વાદ મળશે લાજવાબ

1 કપ તુવેર દાળ
1 ચમચી મીઠું
1 ચમચી ખાંડ
3 ચમચી સાંભર મસાલા
3  ચમચી  આમલી પલ્પ
2  ચમચી રાઈ
7-8 લીમડો પાંદડા
2-3 આખા સૂકી) લાલ મરચું
2 બીંસ ટુકડાઓમાં કાપી
2 ભીંડા ટુકડાઓ કાપી
1 ટમેટા, ટુકડાઓમાં કાપી
1 સરગવાની ફળી 
એક ડુંગળી સમારેલી 
3 મોટો ચમચો તેલ
1 ચમચી કોથેમીર
3 કપ પાણી
 
- સૌપ્રથમ પ્રેશર કૂકરમાં દાળ , 3 કપ પાણી અને મીઠું નાખી મધ્યમ તાપ પર ઉકળવા માટે મૂકો.
- જ્યારે તેમાં 3 સીટી લાગી જાય તો તાપ બંદ કરી નાખો. 
- હવે કડાહીમાં બે ચમચી તેલ નાખી ગરમ કરી લો. 
- જ્યારે તેલ ગરમ થઈ જાય તો તેમાં બધી શાકભાકી નાખી સારી રીતે મિક્સ કરી લો.
- ઢાકીને 8-10 મિનિટ થવા દો. ત્યારબાદ તેમાં ખાંડ અને સાંભર મસાલા નાખી અને ઢાકી દો. 
- જ્યારે બધી શાક ચડી જાય તો તેમાં આમલી પલ્પ નાખી મિક્સ કરો. 
- તે પછી તેમાં દાળ નાખી 4-5 મિનિટ રાખી મધ્યમ તાપ પર પકાવો. 
- આ પછી, ગેસ બંધ કરો.
- હવે સાંર માટે તડકાની તૈયારી કરો. તેના માટે એક પેનમાં એક ચમચી તેલ ઉમેરીને ગરમ કરો. 
-જ્યારે તેલ ગરમ થઈ જાય, તો તેમાં રાઈ, આખા લાલ મરચી અને લીમડો સંતાળો. 
- ગરમાગરમ તડકાને સાંભર પર નાખી 5 મિનિટ સુધી ઉકાળો. 
-કોથમીરથી ગાર્નિશ કરો. 
- આ સ્વાદિષ્ટ સાંભર તૈયાર છે. ઇડલી, દોસા અને વડા સાથે સર્વ કરો.

નોંધ-
- સાંભર બનાવતી વખતે તમે બધી શાકભાજી દાળ સાથે પણ ચઢાવી શકો છો. તેથી તમારો સમય બચશે
- તે જ રીતે, રાઈ અને કઢીના પાંદડાઓનો ઉપયોગ તડકા પહેલા લગાવી પછી તેમાં બધા શાક પણ નાખી શકો છો. 
- સાંભરમાં સરગવો ખૂબ મહત્વપૂર્ણ ઘટક છે. તનાથી જ સાંભરનો સ્વાદ લજવાબ લાગે છે. 
- જો તમે ઇચ્છો તો, સાંભરમાં હળદર ઉમેરી શકો છો.