રોટલીઓ વધી ગઈ? આ સરળ રેસીપીથી ઝટપટ બનાવો Roti Pizza

Last Modified ગુરુવાર, 8 જુલાઈ 2021 (19:53 IST)
 
સામગ્રી 
2 વાસી રોટલી 
1 શિમલા મરચાં 
1 ડુંગળી 
2 મોટી ચમચી પિજ્જા સૉસ 
1/2 કપ મોઝરેલા ચીઝ 
મિક્સ હર્બસ 
ચિલી ફ્લેક્સ 
વિધિ 
સૌથી પહેલા રોટલી પર ફોર્કની મદદથી નાના છિદ્ર કરો. પછીવ તેને તવા પર કરકરો શેકી લો. 
શિમલા મરચાં અને ડુંગળીને ઝીણું સમારી લો. પછી 1 રોટલી પર પિજ્જા સૉસ લગાવો. સારી રીતે સ્પ્રેડ કરો અને પછી સમારેલી શિમલા મરચાં નાખો. બીજી રોટલી પર પણ પિજ્જા સૉસ લગાવો અને ડુંગળી 
 
નાખો.ત્યારબાદ મોઝરેલા ચીઝ નાખો. મિક્સ હર્બસ અને ચિલી ફ્લેક્સને ઉપરથી થોડો ભભરો. હવે એક તવા પર બટર લગાવો અને રોટી પિજ્જાને રાખે અને ઢાકી દો. બન્ને રોટલી પિજાને મધ્યમ તાપ પર 2-3 મિનિટ માટે રાંધો- ગરમા ગરમ સર્વ કરો. 


આ પણ વાંચો :