શુક્રવાર, 22 ઑગસ્ટ 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી રસોઈ
  3. શાકાહારી વ્યંજન
Written By
Last Modified: ગુરુવાર, 1 જુલાઈ 2021 (15:55 IST)

આ રીતે બનાવો પનીર શેજવાન ફ્રાઈડ રાઈસ

schezwan paneer fried rice recipe
તમે અત્યાર સુધી ઘણા પ્રકારના ફ્રાઈડ રાઈસ બનાવ્યા હશે પણ કદાચ તેને ચાઈનીઝ સ્ટાઈલ એટલે શેજવાનની સાથે બનાવ્યુ હશે. શેજવાન અને પનીરના સાથે બનાવેલ આ ફ્રાઈડ રાઈસ ખાવામાં ખૂબજ સરસ લાગે છે. 
 
 
1 વાટકી ચોખા 
1 ડુંગળી 
1 લીલા મરચાં 
5-6 ટુકડા પનીર 
1/4 ટીસ્પૂન રાઈ 
2 ટીસ્પૂન શેજવાન સૉસ 
મીઠુ સ્વાદપ્રમાણે 
તેલ 
 
વિધિ 
- સૌથી પહેલા મધ્યમ તાપમાં એક પેનમાં તેલ ગરમ કરવા માટે મૂકો. 
- તેલ ગરમ થતા જ રાઈ નાખવી 
- રાઈ તડકતા જ ડુંગળી, લીલા મરચાં અને પનીર નાખી શેકવું. 
- પનીરના હળવા ગોલ્ડન બ્રાઉન થતા જ શેજવાન સૉસ નાખી 2-4 મિનિટ શેકવું. 
- હવે ચોખા અને મીઠું નાખી સારી રીતે મિક્સ કરી લો. 
- તૈયાર છે પનીર શેજવાન ફ્રાઈડ રાઈસ.