1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી રસોઈ
  3. શાકાહારી વ્યંજન
Written By
Last Modified: મંગળવાર, 29 જૂન 2021 (14:35 IST)

પનીર લવર્સને જરૂર પસંદ આવશે પનીર દો પ્યાજાની રેસીપી

paneer do pyaja- recipe
પનીર પસંદ કરનાર લોકોને પનીરની નવી-નવી રેસીપી જરૂર ટ્રાઈ કરો છો. આજે અમે તમને જણાવી રહ્યા છે પનીર દો પ્યાજાની રેસીપી 
 
સામગ્રી 
250 ગ્રામ પનીર 
4 ડુંગળી 
4 ટમેટાં સમારેલા 
1 ટીસ્પૂન આદુ-લસણની પેસ્ટ
 
2 લીલા મરચા
 
2 ચમચી કોથમીર પાવડર
 
1 ટીસ્પૂન હળદર પાવડર
 
1/4 ટીસ્પૂન લાલ મરચું પાવડર
 
1 ટીસ્પૂન ગરમ મસાલા પાવડર
 
1 ચમચી મલાઈ (ક્રીમ)
 
1 ટીસ્પૂન ખાંડ (વૈકલ્પિક)
 
3 નાની એલચી
 
1 ટીસ્પૂન કસુરી મેથી
 
1 તમાલપત્ર 
1 ચમચી જીરું 
મીઠું 
સ્વાદપ્રમાણે 
તેલ
 
વિધિ. 
પનીરને ચોરસ ટુકડામાં કાપી લો. ટમેટાને મિક્સીમાં વાટીને પ્યૂરી તૈયાર કરી લો. 2 ડુંગળી ઝીણી સમારી લો. બાકી 2 ડુંગળી મોટા-મોટા ટુકડામાં કાપી લો. ગૈસ પર નૉન સ્ટીક પેનમાં તેલ ગરમ કરો. તેમાં ડુંગળીના મોટા કટકા નાખી સોનેરી થતા સુધી ફ્રાઈ કરો. ફ્રાઈ કરેલા ડુંગળી પ્લેટમાં કાઢી લો. હવે આ પેનમાં થોડો તેલ ગરમ કરો. ત્યારબાદ તેલમાં જીરું, તમાલપત્ર અને નાની ઈલાયચી નાખી તડકો લગાવો. પછી પેનમાં ઝીણી સમારેલી ડુંગળી નાખી સોનેરી થતા સુધી રાંધવું. હવે આદું-લસણનો પેસ્ટ અને લીલા મરચાં નાખી એક મિનિટ સુધી રાંધો. ત્યારબાદ ટમેટા પ્યૂરી, હળદર, કોથમીર, ગરમ મસાલા અને લા મરચા પાઉડર, ખાંડ અને મીઠુ નાખી ગ્રેવીને મધ્યમ તાપ પર રાંધો. તેને ત્યારે સુધી રાંધવુ6 જ્યારે સુધી ગ્રેવીથી તેલ છૂટું ન થવા લાગે. હવે ગ્રેવીમાં કસૂરી મેથી, ફ્રાઈડ ડુંગળી અને એક કપ પાણી નાખી શાકને 5 મિનિટ રાંધવું. પછી શાકમાં પનીર અને મલાઈ નાખી મિક્સ કરીને ગૈસ બંદ કરી નાખો. તૈયાર છે પનીર દો પ્યાજા. તેને કોથમીરથી ગાર્નિશ કરી સર્વ કરો.