સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી રસોઈ
  3. શાકાહારી વ્યંજન
Written By
Last Updated : બુધવાર, 20 મે 2020 (12:34 IST)

લોકડાઉન રેસિપી - ચટપટા સ્વાદની ઈચ્છા પૂરી કરશે બ્રેડ કચોરી

લોકડાઉનના આ સમયમાં, જ્યાં કેટલાક કામના ભારથી આરામ મળ્યો છે.  શૈક્ષણિક સંસ્થાઓ બંધ રાખવામાં આવી છે. આ સાથે શાળાઓમાં ઉનાળાની રજાઓ જાહેર થઈ છે.  જેના કારણે બાળકો હવે ઘરે જ છે. આવી સ્થિતિમાં, આજે અમે તમારા માટે બ્રેડ કચોરીની રેસિપી લઈને આવ્યા છીએ, જેનો ચટપટો સ્વાદ બાળકોની રજાઓને ખાસ બનાવશે. તો ચાલો જાણીએ આ રેસિપિ વિશે.
 
જરૂરી સામગ્રી 
 
- 8 સ્લાઈસ બ્રેડ
- અડધો કપ મગ દાળ
- 2 ચમચી તેલ
- અડધો ચમચી જીરું
- 1 ચમચી ધાણાજીરું
- અડધી ચમચી વરિયાળી
- ચપટી હિંગ
- 1 લીલા મરચાને બારીક સમારેલુ 
- આદુનો 1 ઇંચનો ટુકડો બારીક કાપીને
- 1/4 ટી.સ્પૂન હળદર પાવડર
- અડધી ચમચી લાલ મરચું પાવડર
- 2 ચમચી પાણી
- અડધો ચમચી ગરમ મસાલા પાવડર
- 1/4 ટીસ્પૂન સુકા કેરીનો પાવડર
- સ્વાદ પ્રમાણે મીઠું
- તળવા માટે તેલ
 
બનાવવાની રીત - ધીમા તાપ પર સુગંધ આવે ત્યાં સુધી મગની  દાળને ફ્રાય કરો. ઠંડુ થાય ત્યારે તેને દરદરી વાટી લો.  હવે એક કઢાઈમાં તેલ ગરમ કરો, તેમાં જીરું, વરિયાળી, છીણવાળી કોથમીર અને હિંગ નાંખો અને થોડું શેકી લો. તેમાં લીલા મરચા, આદુ, હળદર પાવડર, લાલ મરચાનો પાઉડર, ગરમ મસાલા પાવડર, આમચુર પાઉડર અને મીઠું નાખી ફ્રાય કરો. તેમાં વાટેલી  મગ દાળ નાખીને અને ફ્રાય કરો. 2 ચમચી પાણી ભેળવીને કૂક કરો. હવે બ્રેડની ચારે બાજુ કાપીને તેમાં મગવાળુ સ્ટફિંગ ભરીને કચોરીનો આકાર આપો. ગરમ તેલમાં સોનેરી થતા સુધી તળી લો.