ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 19 મે 2020 (17:53 IST)

ગુજરાતના આ શહેરમાં ઓડ-ઈવન મુજબ ખુલશે દુકાનો, મ્યુનિસિપલ કમિશ્નરે બહાર પાડ્યું જાહેરનામું

ગુજરાતમાં આજથી લોકડાઉન 4.0ની નવી ગાઈડલાઈન અનુસાર વેપાર ધંધા શરૂ થવા દઈ રહ્યા છે. 18મેના રોજ મુખ્યમંત્રીએ જાહેરાત કરી હતી કે, રાજ્યમાં કન્ટેઈનમેન્ટ સિવાયના ઝોનમાં સવારના 8 વાગ્યાથી સાંજના 4 વાગ્યા સુધી વેપાર ધંધામાં છૂટ આપવામાં આવશે. હવે આ જ અનુક્રમમાં રાજકટો મ્યુનિસિપિલ કમિશ્નરે જાહેરન નામું બહાર પાડ્યું છે. હવે રાજકોટમાં તમામ દુકાનો રોજ ખોલી નહીં શકાય પરંતુ તેની જગ્યાએ ઓડ અને ઇવન નંબર મુજબ દુકાનો ખોલવાની મંજૂરી આપવામાં આવી છે. રાજકોટમાં પ્રોપર્ટી ટેક્સ નંબર XXXX / ABCD / EFG પ્રમાણે હોય છે. જે અનુસાર હવે પ્રોપર્ટી ટેક્સના નંબરમાં છેલ્લે આવતા અંક એકી અને બેકી મુજબ દુકાનો ખોલી શકશે. રાજકોટમાં પ્રોપર્ટી નંબરમાં EFG ની જગ્યાએ ત્રણ ઝીરો ન હોય તે દુકાન માલિકોએ "G" ની જગ્યા આવતા અંક એકી અથવા બેકી ના નિયમ મુજબ દુકાન ખોલવાની રહેશે. પ્રોપર્ટી કાર્ડમાં EFGની જગ્યાએ ત્રણ ઝીરો હોય તો દુકાન માલિકોએ "D" ની જગ્યાએ એકી છે કે બેકી આંક આ મુજબ દુકાન ખોલવાની રહેશે. એકી સંખ્યા નંબર હોય તો એકી તારીખ માં ખોલી શકશે , બેકી સંખ્યામાં નંબર હોય તે વેપારી બેકી તારીખ દુકાન ખોલી શકશે. નોંધનીય છે કે, ગઈકાલે મુખ્યમંત્રીએ જાહેરાત કરી હતી કે, અમદાવાદ અને સુરત સિવાય બધા જ શહેરોમાં ઓટો રિક્ષા શરૂ થશે. એક રિક્ષામાં વધુમાં વધુ 2 મુસાફર જ બેસી શકશે. આ સાથે જ રાજ્યમાં ફરીથી એસટી બસ દોડતી થશે. અમદાવાદમાં બસોની આવવાની મંજૂરી નહી આપવામાં આવે. કન્ટેઈનમેન્ટ સિવાયના વિસ્તારમાં પાન-મસાલાની દુકાનો ખોલવાની  મજૂરી આપવામાં આવી છે. અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં પાન-મસાલાની દુકાનો ખુલશે.