રવિવાર, 5 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. કોરોના વાયરસ
Written By
Last Modified: મંગળવાર, 19 મે 2020 (14:30 IST)

મુખ્યપ્રધાનની જાહેરાત છતાં વડોદરામાં બસ સેવા બંધ, ડેપો પર પહોંચેલા લોકોમાં આક્રોશ

ગઈકાલે મુખ્યપ્રધાન રૂપાણીએ લૉકડાઉનમાં છૂટછાટો જાહેર કરી હતી. ત્યારે તેમાં બસ સેવા પણ ચાલુ કરવા તેમણે જાહેરાત કરી હતી. ત્યારે લૉકડાઉન 4.0માં એસ.ટી. બસ સેવા શરૂ કરી હોવા છતાં વડોદરા શહેરમાં સેન્ટ્રલ એસ.ટી. બસ ડેપો બંધ રહેતા લોકોને ધક્કા ખાવાનો વારો આવ્યો હતો. લોકો સવારમાં જ એસ.ટી. ડેપો પર બસ પકડવા માટે પહોંચી ગયા હતા પરંતુ બસ શરૂ ન થતાં લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો. મુખ્યમંત્રીની જાહેરાત બાદ પણ બસ સેવા શરૂ થઇ નથી અને એસ.ટી. બસ ડેપો પર સિક્યુરિટી મુકી દેવામાં આવી છે. લોકોને ડેપોમાં પ્રવેશ ન કરે તેનું સિક્યુરિટી ધ્યાન રાખી રહી છે.