સંબંધિત સમાચાર
- શ્વાસ લેવામાં તકલીફ છે ? ઓક્સીજન લેવલ ઓછું થાય તો શું કરવું, કેવી રીતે તરત જ વધારવું ઓક્સીજન લેવલ
- રોજ રાત્રે સૂતા પહેલા ચાવી લો એક ગ્રીન એલચી, દૂર થશે હેલ્થ સાથે જોડાયેલ અનેક સમસ્યાઓ
- 15 દિવસ સુધી ખાલી પેટ મેથીનુ પાણી પીવાથી શુ થશે ? અહી જાણી લો શરીર પર શુ અસર પડશે
- કિડની સાફ કરવા માટે નેચરલ ટીપ્સ, આ વસ્તુઓથી કરો કિડનીની સફાઈ, નીકળી જશે બધા ઝેરી પદાર્થ
- શરીરમાં વધી ગયું છે બેડ કોલેસ્ટ્રોલ તો ડાયેટમાં સામેલ કરો આ 1 વસ્તુ, નસોમાં ચોંટેલો ફેટ ઓગળવા માંડશે
લિવર માટે તેલ અને ઘી જ નહી આ સફેદ વસ્તુ પણ છે ઝેર સમાન, ફૈટી લિવર અને સોજાનુ છે કારણ, જાણો Liver ને શુ થાય છે નુકશાન ?
લિવર શરીરમાં રાસાયણિક કારખાનાની જેમ કામ કરે છે. જે પોષક તત્વોને તોડે છે અને લોહીમાં જોવા મળતા ઝેરીલા પદાર્થોને અલગ કરીને બહાર કાઢવાનુ કામ કરે છે. પણ કેટલીક વસ્તુઓ લિવરના આરોગ્ય માટે બિલકુલ સારી નથી માનવામાં આવતી. જેમા તેલ, ઘી અને ચિકાશ સૌથી ઉપર છે. જો કે ખાંડ પણ લિવરને ખૂબ નુકશાન પહોચાદે છે. તેનાથી ફૈટી લિવર અને લિવર સિરોસિસનો ખતરો વધે છે. આવો જાણીએ ગળી વસ્તુઓ લિવર પર શુ અસર નાખે છે. લિવર ખાંડ અને ગ્લુકોઝને કેવી રીતે પચાવે છે અને વધુ ગળ્યુ ખાવાથી લિવ પર શુ અસર થાય છે ?
વધુ ગળ્યુ ખાવાની લિવર પર અસર
જ્યારે તમે ખાંડ કે વધુ ગળ્યુ ખાવ છો તો પાચન તંત્ર તેને બે મુખ્ય ઘટકોમાં તોડી નાખે છે. જેમા પહેલુ ગ્લુકોઝ છે જેનાથી શરીરને એનર્જી મળે છે અને કોશિકાઓ ફ્યુલના રૂપમાં તેનો ઉપયોગ કરે છે. બીજુ ફ્રુક્ટોઝ જે ફ્લો, મધ અને પ્રોસેસ્ડ ફુડમાં જોવા મળે છે. આ એક પ્રકારની શુગર જ હોય છે જેની પ્રોસેસિંગ લિવર કરે છે. પણ જ્યારે તમે વધુ પ્રમાણમાં ખાંડ કે બીજી ગળી વસ્તુઓનો ઉપયોગ કરવા માંડો છો તો લિવર પર દબાણ પડવા માંડે છે અને લિવર ગ્લુકોઝને ફેટમાં બદલ બદલવુ શરૂ કરે છે.
વધુ ખાંડ કે ગળ્યુ ખાવાથી લિવરને નુકશાન
લિવરમાં ફેટ - જ્યારે લિવરમાં ગ્લુકોઝની માત્રા વધી જાય છે તો આ ફેટમાં પરિવર્તિત થઈ જાય છે. આ ફૈટ લિવર કોશિકાઓમાં જમા થવા માંડે છે. જેનાથી લાંબા સમયમાં નૉન-આલ્કોહોલ ફૈટી લિવર રોગનો ખતરો વધી જાય છે. લિવરમાં ફૈટ વધવાથી લિવરમાં સોજો આવવા માંડે છે.
ઈંસુલિન પ્રતિરોધ - જ્યારે લિવરમાં હાઈ શુગર થઈ જાય છે તો ઈંસુલિનનો પ્રતિરોધ કરવો શરૂ કરી શકે છે. આ બ્લડ શુગરને રૈગુલેટ કરનારો હાર્મોન છે. આ ટાઈપ 2 ડાયાબિટિસના ખતરાને વધારે છે અને લિવરના સ્વાસ્થ્યના સ્વાસ્થ્યને વધુ ખરાબ કરી શકે છે.
લિવરમાં સોજો અને ઈજા - વધુ ખાંડબ્ય સેવન કરવાથી લાંબા સમયમાં લિવરમાં સોજો થઈ શકે છે. અનેકવાર તો લિવરમાં ઈજા (ફાઈબ્રોસિસ) થઈ શકે છે. ગંભીર મામલામાં લિવર સિરોસિસ થઈ શકે છે.
વધુ ખાંડ ખાવાના સંકેત
- ભરપૂર ઉંઘ લીધા પછી પણ આખો દિવસ થાક અનુભવવો
- પેટના ઉપર જમણા ભાગમાં દુખાવો કે સોજો અનુભવવો
- કારણ વગર અચાનક પેટની આસપાસ ચરબી વધવી
- ઘટ્ટ રંગનુ ટોયલેટ આવવુ અને ત્વચા પીળી પડવી
- ખાંડની લત લાગવી અને કઈક ગળ્યુ ખાવાનુ મન થતુ રહેવુ.