શનિવાર, 27 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : મંગળવાર, 19 મે 2020 (16:09 IST)

ગુજરાત સરકારે એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં જવા મુદ્દે શું કરી મોટી જાહેરાત?

ગુજરાત સરકાર દ્વારા ગઈ કાલે લોકડાઉન-4ને લઈને વેપાર-ધંધા ઉપરાંત પણ ઘણી છૂટછાટ આપી છે. ગુજરાત સરકાર દ્વારા અમદાવાદ સિવાય તમામ જિલ્લામાં એસ.ટી. બસો શરૂ કરવાની પણ જાહેરાત કરવામાં આવી છે. ત્યારે આજે ગુજરાત સરકારના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં જવા મુદ્દે મોટી જાહેરાત કરવામાં આવી છે.નાયબ મુખ્યમંત્રી રૂપાણીએ પત્રકારો સાથેની વાતચીતમાં માહિતી આપી હતી કે, રાજ્યના એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં જવા માટે પાસની જરૂર નથી. કન્ટેઈન્મેન્ટ ઝોન સિવાય કોઈપણ નાગરિક વગર પાસે અન્ય જિલ્લામાં જઈ શકશે. ત્યારે હવે લોકોને ગુજરાતમાં પાસ વગર પરિવહન કરવાન છૂટ મળી ગઈ છે.નોંધનીય છે કે, ગુજરાત સરકાર દ્વારા અમદાવાદ અને સુરત સિવાય રીક્ષામાં મુસાફરીને પણ પરવાનગી આપી છે. જોકે, રીક્ષામાં ડ્રાઇવર ઉપરાંત બે જ લોકો મુસાફરી કરી શકશે. આ ઉપરાંત કેબ સર્વિસને પણ મંજૂરી આપવામાં આવી છે, જેમાં ડ્રાઇવર ઉપરાંત બે લોકો મુસાફરી કરી શકશે. આ સિવાય ટુ વ્હીલરમાં એક વ્યક્તિને મંજૂરી આપવામાં આવી છે. નાયબ મુખ્યમંત્રી રૂપાણીએ એમ પણ જણાવ્યું હતું કે, હાલ કન્ટેઇન્મેન્ટ ઝોનમાં જે છૂટછાટ આપવામાં આવી છે, તે કેસો વધવા લાગશે તો તેના પર પ્રતિબંધ લગાવી દેવામાં આવશે.