શનિવાર, 23 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી રસોઇ
  3. શાકાહારી વ્યંજન
Written By

સ્પેશ્યલ વાનગી - ટોમેટો પપ્પુ

દેશમાં ઘણાં એવા રાજ્યો છે જ્યાંનું ભોજન બહુ સ્વાદિષ્ટ હોય છે. આવું જ એક રાજ્ય છે આંદ્ર, જ્યાંનું દરેક વ્યંજન બહુ સ્વાદિષ્ટ હોય છે. અહીં અમે તમને આંદ્રની સ્ટાઇલમાં દાળ બનાવતા શીખવીશું જેનું નામ છ ટોમેટો પપ્પૂ. આ રેસિપિમાં તુવેર દાળનું મિશ્રણ હોય છે પણ તમારી પાસે આ દાળ ન હોય તો તમે મનપસંદ કોઇપણ દાળ લઇ શકો છો. આ દાળ બનાવવામાં માત્ર 20 મિનિટ જ લાગે છે. તો ચાલો, શીખીએ આ દાળ બનાવવાની રીત...


સામગ્રી -1 કપ તુવેરની દાળ, 1 કાપેલી ડુંગળી, 1 ઇંચનું આદું, 3 લીલા મરચાં, 2 કાપેલા ટામેટાં, 1/2 ચમચી હળદર, 2 ચમચી તેલ, સ્વાદ અનુસાર મીઠું, ગાર્નિશિંગ માટે કોથમીર.

વઘાર માટે - 2 લાલ મરચાં, 1 ચમચી સરસવ તેલ, 1 ચમચી જીરું, 4 કળી પીસેલું લસણ, 2 ચપટી હિંગ, ઘી.

બનાવવાની રીત... ધીમી આંચે દાળને પ્રેશર કુકરમાં 3 સીટી વાગે ત્યાંસુધી બાફો. કઢાઈમાં સરસવનું તેલ ગરમ કરો અને રાઈ નાંખી તુરંત હિંગ, પીસેલું લસણ અને સૂકાયેલા લાલ મરચાં નાંખો. જ્યારે આ વઘાર થઇ જાય ત્યારે તેમાં કાપેલી ડુંગળી નાંખો અને તે ગોલ્ડન બ્રાઉન રંગની થાય ત્યાંસુધી સાંતળો. પછી તેમાં આદું અને લીલા મરચાં નાંખો અને એક મિનિટ સુધી રાંધ્યા બાદ તેમાં કાપેલા ટામેટાં નાંખો. તેમાં થોડું મીઠું પણ નાંખો જેનાથી ટામેટાં જલ્દી ઓગળશે. હવે કઢાઈમાં ચપટી હળદર નાંખો અને 2થી 3 મિનિટ સુધી રાંધો. હવે કઢાઇમાં બાફેલી દાળ મિક્સ કરો અને સાથે એક કપ પાણી પણ. આ મિશ્રણને પાંચથી દસ મિનિટ માટે ઉકળવા દો. તૈયાર છે આપણી દાળ. હવે તેની ઉપર ઘણું બધું ઘી રેડો અને કાપેલી કોથમીરથી ગાર્નિશ કરી ભાત સાથે ગરમાગરમ સર્વ કરો.