રેસિપી - વધેલી દાળ હવે બેકાર નહી જાય...બનાવો તેના પુડલા

cheela
Last Updated: બુધવાર, 28 નવેમ્બર 2018 (13:52 IST)
ફરી ગરમ કરીને ખાવા કરતા સારુ છે કે તેમાથી જ કોઈ નવી ડિશ તૈયાર કરી લેવામાં આવે. વધેલી દાળથી બનનારી આવી જ રેસીપી છે દાળના ચીલા... આવો જાણીએ તેની રેસીપી.

સામગ્રી - - જરૂર મુજબ
ઘઉંનો લોટ - 1/2 કપ
ચોખાનો લોટ - 1/2 કપ
- ઝીણો સમારેલો લસણ - 2 ચમચી
- લીલા સમારેલા મરચા - 1
- હળદર - ચપટી
- મીઠુ સ્વાદમુજબ
- હીંગ - ચપટી
- ઝીણા સમારેલા ધાણા - 4 ચમચી
- તેલ - જરૂર મુજબ

બનાવવાની રીત - એક વાસણમાં અડધો ચમચી તેલ અને અન્ય બધી વસ્તુઓ નાખો. સારી રીતે મિક્સ કરો. આ મિશ્રણ ડોસાના મિશ્રણ જેવો હોવુ જોઈએ. જરૂર લાગે તો થોડુ પાણી પાણી પણ મિક્સ કરી લો. નોનસ્ટિક પૈનને ગરમ કરો અને તેના પર થોડુ તેલ લગાવીને ફેલાવો. એક નાનકડી વાડકી ભરેલુ મિશ્રણ પૈન પર નાખો અને ફેલાવી દો. બંને બાજુથી ચીલા ને સોનેરી થતા સુધી સેકો. નારિયેળની ચટણી કે પછી મનપસંદ સૉસ સાથે સર્વ કરો.


આ પણ વાંચો :