શનિવાર, 7 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી રસોઈ
  3. શાકાહારી વ્યંજન
Written By
Last Modified: શુક્રવાર, 8 નવેમ્બર 2024 (14:07 IST)

વેજીટેબલ બિરયાની રેસીપી

Vegetable Biryani
Vegetable Biryani Recipe-

વેજીટેબલ બિરયાનીની સામગ્રી
 
ચોખા
ડુંગળી
લસણ
આદુ
વટાણા
ફૂલકોબી
ગાજર
બટાટા
દહીં
એલચી
લવિંગ
ફુદીનાના પાન
પાણી
ઘી
જીરું
તજ
મરચું
તમાલપત્ર 
માખણ
 
વેજીટેબલ બિરયાની રેસીપી Vegetable Biryani Recipe
 
વેજીટેબલ બિરયાની બનાવવા માટે પહેલા ચોખાને ત્રણથી ચાર વાર પાણીથી ધોઈ લો. આ પછી, ચોખાને ઓછામાં ઓછા અડધા કલાક માટે પાણીમાં પલાળી રાખો.
પેનને ગેસ પર મૂકો. તેમાં ઘી નાખીને ગરમ કરો. પછી તેમાં ઝીણી સમારેલી ડુંગળી ઉમેરીને બરાબર ફ્રાય કરો. હવે પેનમાં જીરું, લવિંગ, તજ અને કાળા મરી ઉમેરો. બધી વસ્તુઓ માટે બરાબર મિક્સ કરો.
 
આ પછી કડાઈમાં લસણ-આદુની પેસ્ટ, મીઠું, મરચું, દહીં અને માખણ નાખીને થોડીવાર સાંતળો. હવે કડાઈમાં તમામ શાકભાજી મિક્સ કરો અને ધીમી આંચ પર સંતાળો 
 
કૂકરને ગેસ પર મૂકો. તેમાં પાણી, મીઠું, લવિંગ, જીરું, તજ, એલચી અને તમાલપત્ર ઉમેરો. લગભગ 20 મિનિટ સુધી પાણી ઉકાળો.
 
હવે કૂકરમાં ચોખા નાખી  તેને બેથી ત્રણ સીટી સુધી પકાવો.
જ્યારે ચોખા બરાબર રંધાઈ જાય ત્યારે તેને એક વાસણમાં કાઢી લો. પછી તેને ઘી, શેકેલા શાકભાજી અને ફુદીનાના પાનથી ગાર્નિશ કરો.
હવે તમે તેને બાળકોના ટિફિન માટે પેક કરી શકો છો.