હલકી ફુલકી રેસીપી - વેજીટેબલ ખીચડી
સામગ્રી - 250 ગ્રામ ચોખા, 125 ગ્રામ તુવેર દાળ, અડધો કપ વટાણા, ફ્લાવરના ટુકડા, ટામેટા, આમલીનો ગૂદો 1/4 કપ, હીંગ, લાલ મરચાંનો પાવડર, હળદર, મીઠુ, કાજુ ટુકડી 15-20, કઢી લીમડો 10-12 પાન. ચાટ મસાલો 1 ટી સ્પૂન, ઘી.
બનાવવાની રીત - ચોખા-દાળને ધોઈને અડધો કલાક પલાળી દો. કુકરમાં તુવેરદાળને એક સીટીમાં બાફી લો. પછી ચોખા, બધા શાકભાજી ભેળવીને એક સીટી વાગે ત્યાં સુધી બાફી લો. હવે બધા મસાલા તેમાં ભેળવી દો. આમલીનો ગૂદો નાખીને દસ મિનિટ સુધી બાફો. એક પેનામં એક મોટી ચમચી ઘી ગરમ કરો. હીંગ, જીરૂ અને કઢી લીમડાંનો વઘાર લગાવી તેને ખિચડીમાં નાખી દો. પાપડ અને જીરાવન કે અથાણાં સાથે ખિચડી પરોસો.