શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. ગુજરાતી રસોઈ
  4. »
  5. શાકાહારી વ્યંજન
Written By વેબ દુનિયા|

ચટપટી કોર્ન કચોરી

N.D
સામગ્રી - 1 વાડકી છીણેલા મકાઈના દાણા, 1 ઝીણી સમારેલી ડુંગળી, 25 ગ્રામ ઝીણા સમારેલા ધાણા, 1 ચપટી હિંગ, 1.2 ચમચી લાલ મરચું, 1.2 ચમચી ધાણાજીરુ, 1/2 ટી સ્પૂન ધાણા પાવડર, 1/2 ટી સ્પૂન હળદર, 1 ટી સ્પૂન મોટી વરિયાળી, 1/2 ટી સ્પૂન લીંબૂનો રસ અને ખાંડ, મીઠુ સ્વાદમુજબ, 1 વાડકી મેદો અને તળવા માટે તેલ.

બનાવવાની રીત - સૌ પ્રથમ બધા મસાલા એકત્ર કરી લો. હવે કઢાઈમાં તેલ ગરમ કરીને તેમાં વરિયાળી, હીંગ, લીલા મરચાં, મકાઈનુ છીણ, ડુંગળી નાખો અને સાધારણ સોનેરી થવા દો. ત્યારબાદ બધા સૂકા મસાલા નાખો. ગેસ બંધ કરીને લીલા ધાણા, લીંબૂ, ખાંડ નાખો. થોડા તેલને સાધારણ ગરમ કરીને મેંદામા મોણ નાખો અને પાણીથી લોટ બાંધી લો.

તૈયાર મસાલાના ગોળ લૂઆં બનાવી લો. મેંદાની લોઈ બનાવી હાથથી થોડી ચપટી કરી તેમા મસાલો દબાવી ચારે બાજુથી પેક કરો. અંગૂઠાની મદદથી વચ્ચેથી થોડુ દબાવો. આ રીતે બધી કચોરી બનાવી લો. એક કઢાઈમાં તેલ તપાવી બધી કચોરી તળી લો. લીલી ચટણી સાથે ગરમા-ગરમ મકાઈની કચોરી સર્વ કરો.