મિત્રતા હોય તો આવી

P.R
મુંબઈ જેવા મહાનગરમાં જ્યા દરેકને પોતાનો જ સ્વાર્થ દેખાય છે, સાચા મિત્રો મળવા ખૂબ જ મુશ્કેલ છે,પરંતુ સ્ટાર પ્લસ પર રજૂ થનારી 'બિદાઈ'ની સારા ખાન(સાધના) અને પારુલ ચૌહાણ(રાગિણી)બંને આ માટે નસીબદાર છે. આજકાલ બંનેની મિત્રતાની મિસાલ અપાઈ રહી છે.

સેટ પર બંનેની કેમેસ્ટ્રી જેટલી કમાલની છે, પર્સનલ જીંદગીમાં તેમનો સંગાથ પણ એટલો જ પાકો જોવા મળે છે. રમઝાન મહિનામાં સારાના રોજા ચાલી રહ્યા છે. તે દિવસે કશું જ ખાતી નથી. બીજી તરફ પારુલ પોતાનુ ભોજન સાથે તો લાવે છે પણ તે સાંજ થવાની રાહ જુએ છે, જેથી બંને બહેનપણીઓ સાથે જમી શકે.

એ પણ કોમન

બંનેમાં ઘણી સમાનતા છે. શૂટિંગના દરમિયાન એક બહેનપણી ચક્કર ખાઈને પડી ગઈ તો બીજી પણ પાછળ ન રહી. વાત એમ હતી કે આગ્રામાં શૂટિંગ દરમિયાન વધુ કામને કારણે પારૂલ ચક્કર ખાઈને પડી ગઈ હતી. તાજેતરમાં સાધના સાથે પણ એવુ જ બન્યુ.

રમજાન દરમિયાન ભૂખે રહેવાથી સારાના રક્તકણો ઓછા થઈ ગયા હતા. પારૂલની જેમ તેની પણ હાલત એટલી ખરાબ થઈ ગઈ કે હોસ્પિટલમાં દાખલ કરવી પડી.

વેબ દુનિયા|
આમ છતા, આવી ઘટનાઓ સીરિયલની સફળતાને આડે નથી આવી રહી. એવુ જાણવા મળ્યુ છે કે શો ટેલીવિઝનના ઈતિહાસમાં એક નવો રેકોર્ડ કાયમ કરવા જઈ રહ્યો છે.


આ પણ વાંચો :